________________
૪૧૮
વગેરે આપી ખૂબ રાજી કર્યા. આમ પૂરું સ્વાગત થયા બાદ નંદરાય બાબાએ પૂછ્યું. “અરજી ! નિર્દય કંસ પાસે દિવસે વિતાવવા એ તે જીવતા જીવે ઘેટાંબકરાનું કસાઈ પાસે જ રહેવા જેવું! વધુ તે શું કહું, પણ પિતાની સગી બહેન વિલાપ કરતી રહી અને એનાં બાળકોને એ પાપીએ મારી નાખ્યાં માત્ર પોતાના પ્રાણ બચાવવા માટે. આથી વધુ કઈ દુષ્ટતા હોઈ શકે છે જે રાજાએ પિતાની બહેનની આ દશા કરી, એ પ્રજાની તે શી દશા ન કરે ! આમ નંદબાબાની કુશલમંગલ–પૃચ્છાથી અરજીને બધે થાક સહેજમાં ઉતરી ગયે.
- શુકદેવજી કહે છે: “સાયંકાલના ભોજન પછી ખુદ ભગવાને પણ કંસરાયને પોતાનાં સગાંસંબંધી સાથૅના વ્યવહાર કેવો છે અને હવે કંસ શું ઈચ્છે છે, એ વિષે પૂછયું અને કહ્યું : “ચાચાજી, મારે કારણે મારાં નિર્દોષ નિરપરાધી માતા-પિતાને કેટલી બધી યાતના વેઠવી પડી ! હું ઘણા વખતથી ઈચ્છતે જ હતો કે મથુરાથી કોઈ આવીને આ સમાચારો સ ભળાવે. હવે બોલે, આપ અહીં અત્યારે શા કારણે પધાર્યા છે ? ત્યારે અક્રૂરજીએ કહ્યું : “ભગવાન ! કેસ યદુવંશીઓ ને તો બરબાદ કરી નાખવા માગે છે. આ તે નારદજીના કહેવાથી જ વસુદેવજી બચી ગયા છે ! પણ કંસની નિયત હજુ ઠીક નથી. અત્યારે કંસે સંદેશે તે એ મોકલે છે કે આપ ધનુષ યજ્ઞમાં પધારો પણ ખરી રીતે આપ બનેને તે પાપી રાજા પહેલવાનો સાથે લડાવી મારી નાખવા જ માગે છે. આ સાંભળી નિર્ભય એવા બને કુમાર જોરથી હસી પડ્યા અને ત્યારબાદ એ બને ભાઈઓએ પિતાને પિતાસ્વરૂપ નંદજી આગળ અક્રુરજી અમને મયુરામાં કંસ બોલાવે છે તે માટે પધાર્યા છે, એમ પણ કહી દીધું. ત્યારે નંદરાજાએ ગોરસ ભેળું કરવા ગોવાળિયાઓને તરત કહ્યું : “ભેટ–સામગ્રી લઈ એક્કાઓ જોડી આવતી કાલે સવારે મથુરામાં આપણે સૌ જઈશું અને કંસને ગોરસ આપીશું.