________________
૪૧૯
મથુરાજીમાં મેટા ઉત્સવ થઈ રહ્યો છે. તેમાં જવાનું છે આ ઘાવ નંદબાબાએ આખાયે વ્રજમાં કરાવી દીધી !'
ગોપીઓની વિરહવ્યથા
ભ્રાતા, માતા, ગુરુ, સુહદ, સ્વામીનાથ સગું બધું નિજાત્મા રૂપ જે પ્રેમી-પાત્ર; ત્યાં શેષ શું રહ્યું? 1 દેહ હૃદય રતન્ય, અપાયું સવ જેહને, વિના મેતે થતું મૃત્યુ, તેહના વિરહાગ્નિએ. ૨ એક હોવા છતાં જેમાં, અનંતરૂપ ભાસશે, અધિષ્ઠાન હરિ ઓમ તે, કર્તા–ભકતા નથી જગે, ૩
શુકદેવજી બોલ્યા : “જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે અમારા મનમોહન શ્યામસુંદર અને ગૌરસુંદર બલરામ(બને)ને મયુર લઈ જવા સારુ અ કરછ વજમાં આવ્યા છે, ત્યારે એમનાં હૈયામાં ઘણું જ વ્યથા થઈ. તેઓ બધી વ્યાકુળ થઈ ગઈ. વાત સાચી છે કે આ એ જ ગોપીઓ છે કે જેની ક્ષણેક્ષણ એ કિશારદ (ખાસ કરીને મનમેહક શ્રીકૃષ્ણ) વિના યુગયુગે જેવી થઈ પડતી હતી, ભગવાન કૃષ્ણ મથુરામાં જશે–એ સાંભળીને જ ઘણુંખરી ગોપીઓના દિલમાં જાણે આગ લાગી ગઈ. તેને લીધે તેમને ગરમ શ્વાસે છવાસ ચાલવા લાગ્યા, મુખકમલ કરમાઈ ગયા, એમનાં અંગપરથી સરતાં ઘરેણાં કે કપડાંનુંય એમને ધ્યાન ન રહ્યું. એવી એ ચેતનાહીન બની ગઈ કે જાણે શરીર અને સંસાર એ કશાને ખ્યાલ ન રહેતાં આત્મામાં ઊંડી જ ઊતરી ગઈ. એ સૌને ભગવાન કૃષ્ણને પ્રેમ, મધુર સ્મિત, હૃદયસ્પર્શી વાણું, એ બધું યાદ આવતાં એમાં તલ્લીન થઈ જવાયું.