________________
૪૧૭
શુકદેવજી બોલ્યા: “પરીક્ષિત રાજન વ્રજમાં અફરજીએ પહોંચી ગાય દોહવાના સ્થાનમાં વિરાજેલા ભગવાન શ્રીકૃષ્ણ તથા બલરામજીને દીઠા. શ્યામસુંદર શ્રીકૃષ્ણ પીતાંબર અને ગોરસુંદર બલરામે નીલાંબર પહેરેલ હતાં. બંનેને અગિયારમું વર્ષ ચાલતું હતું. બંને બંધુઓ સોંદર્યભંડાર હતા. શરદ કાળના કમળ જેવાં નેત્રો ઘૂંટણ લગી પહોંચતી લાંબી લાંબી ભુજાઓ, મનહર મુખડાં અને લલિત ગતિવાળા બંને ભાઈઓ ઉદાર હતા. તેઓ ચાલે ત્યારે તેમનાં શુભ લક્ષણોવાળાં પગલાં પડતાં. મીઠું સ્મિત કરતા ચાલતા બંને ભાઈઓની ગતિ સૌને માટે આકર્ષક બની જતી ! ગળામાં વનમાળા અને મણિહાર ઝગમગતાં હતાં. એમણે હમણાં જ સ્નાન કરીને ચોખ્ખાં વસ્ત્ર પહેરેલાં હતાં. શરીર પર અંગરાગ, અને ચંદનને લેપ હતે. એ બંને અવતારી સ્વરૂપ બંધુઓને જોતાંવેંત અક્રરજી પ્રેમાવેગમાં આવી જઈ અધીરા બની રથમાંથી કુદી જ પડયા અને એ બંને ભાઈઓનાં ચરણોમાં લેટી પડયા. ભગવાનના દર્શન થતાં અફરજીની આંખે આંસુથી છલકાઈ ગઈ. આખું શરીર રોમાંચિત થઈ ગયું. ઉકંઠાવશ ગળું ભરાઈ જતાં, તેઓ પોતાનું નામ પણ ન દર્શાવી શક્યા.
ભગવાન અફરજીના મનેભાવ પારખી ગ્યા. એમણે પ્રસનચિત્તથી પિતાના શુભ હાથે તેમને ઉઠાડ્યા અને હૈયા સરસા ચાંપી દીધા ! બને ભાઈએ, એ અક્રુરજીને એક એક હાથ પકડીને એમને ઘેર લઈ ગયા. ભગવાને એમનું ખૂબ સ્વાગત કરીને કુશલમંગલ પૂછીને શ્રેષ્ઠ આસન પર બેસાડયા. અતિથિ તરીકે એમના પગ પખાળીને મધયુક્ત દહીં વગેરે સામગ્રીથી પૂજા કરી. ત્યારબાદ અતિથિજીને એક ગાય ભેટમાં આપી અને પગ દબાવીને અરજીને થાક દૂર કર્યો. તે પછી આદરશ્રદ્ધા સાથે અન્નાન કરાવ્યું. ભેજન પછી બલરામજીએ પાનબીડું આપ્યું અને સુગંધીદાર માળા
પ્રા. ૨૭