________________
૪૧૧
કરશે તે ધીર પુરુષને ભગવાનના ચરણપરની પરમ ભક્તિ તે મળશે જ, સાથોસાથ કામવાસના પણ એવા પુરુષની ક્ષીણ થતી જશે. આ છે આ પ્રકારે ભાગવત–શ્રવણનું રહસ્ય. ત્યાં ભગવાન વાત્સલ્યમૂર્તિ અને એક અર્થ માં સકલ જગતની જનેતા બને છે, તે બીજ અર્થમાં વિશ્વની માતૃજતિના વહાલસોયા શ્રી બાલકૃષ્ણ બને છે.”
સુદર્શનની શ્રાપમુક્તિ શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! એક વાર નંદબાબા વગેરે ગોવાળિયાઓએ શિવરાત્રીના દિવસે બળદગાડાંઓ પર બેસી અંબિકાવનની યાત્રા કીધી અને સરસ્વતી નદીમાં સ્નાન કરી ભગવાન શ્રી શંકર તથા ભગવતી અંબિકામાતાનું ઘણું હાર્દિક ભક્તિ સાથે ભાવથી પૂજન કર્યું. તે દિવસે પરમ ભાગ્યવાન નંદ, સુનંદ વગેરે ગેવાળિયાઓએ શિવરાત્રીના ઉપવાસ કરેલા. પાણીથી પવિત્ર એવી સરસ્વતી નદીને કિનારે તેઓ ખટકે રાખ્યા વિના નિશ્ચિતપણે સૂઈ ગયા. એવામાં એક અજગરે આવી નંદબાબાને ગળવાનું શરૂ કર્યું. ગોવાળિયાઓએ બળતાં લાકડાં એ અજગરના દેહ પર ઠેકવા તે માંડયાં, પણ એથી તે એ અજગરે બેવડું જોર કર્યું ! બસ તેવામાં ખુદ ભગવાન કૃષ્ણ આવી પહોંચ્યા અને તેને સ્પર્શ કરતાં જ તે અજગરમાંથી તિપુંજ પુરુષ બની ગયે. ભગવાન શ્રીકૃષ્ણ પૂછ્યું તેથી તે પોતે સુદર્શન નામનો વિદ્યાધર ખૂબ સંપત્તિવાન હતા, એમ પરિચય આપ્યો અને કહ્યું : “એકદા ફરતાં ફરતાં મેં અંગિરા ગેત્રના ઋષિએને દીઠા. તે ખૂબ કદરૂપા હતા અને મને મારા રૂપને ઘમંડ હતા. એથી મેં એમની હાંસી કરી નાખી, તેથી તેમણે શાપ આપી દીધો અને મને અજગર બનાવી મૂક. આપ તે જગત–ઉદ્ધારક છે તેથી આપના ચરણસ્પર્શને લીધે મારે