________________
રાસ-રહસ્ય
નારી ને નર ખેંચાણે, પરસ્પર રહે ઘણું; તે ખેંચાણે શરીરેથી, મુક્ત થઈ નિજાત્યમાં ૧ લાવવા વજે જન્મી, કૃષ્ણ પ્રયોગ જે કર્યા; તપ્રયેાગસુ શ્રદ્ધાળુ, જીતશે કામવાસના. ૨ ગણે તેથી જ ગોપીઓ, વ્રજ વૈકુંઠથી પ્રિય, નિર્દોષ સુખ સાથે જ્યાં, જે છે મુક્તિ નિષ્ક્રિય. ૩
શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણ નિષ્કામ હોવાથી એમની કામચેષ્ટાએ ગોપીઓ સાથે થઈ, તેથી શ્રીકૃષ્ણ તે સકામ ન થયા પરંતુ ગોપીઓને ભગવાનની કામચેષ્ટાઓએ નિષ્કામપણાની દિશા ચીંધી દીધી. આશ્ચર્યની છતાં પરમ શ્રદ્ધાની બાબત એ છે કે ગોપીઓના પરિણુત પતિઓની શ્રદ્ધા પણ ભગવાન કૃષ્ણ ઉપરથી ડગી નહીં, ઊલટી વધુ નક્કર બની ગઈ. કારણકે તેઓ સમજી ગયા કે મૂળે તે કામની પવાડે રામ છે. એ રામને મૂખ્યા રાખવામાં આવે તે કામ પણ ધર્મમય અને ઈશ્વરમય બની શકે છે! ભગવાને પણ ગોપીઓની આવા કામસ્વરૂપ ભગવાનની પાસેથી જરાપણ વેગળાં થવાની અનિચ્છા પર જબરો પ્રહાર કરી, તેમને પિતાના પતિ અને સંતાન તથા ગાય અને ગાસંતાન તરફ વ્રજમાં જવાનું દબાણ કર્યું. આખરે ત્યાંથી ખસવાની અનિચ્છા છતાં ગોપીઓ પણ ભગવાનને હૈયામાં સંઘરી કર્તવ્યભાવે તરત વ્રજ ભણે રવાના થઈ ગઈ. પરીક્ષિત જે ધીર પુરુષ આ વ્રજયુવતીઓ સાથેના ભગવાન શ્રીકૃષ્ણના તેમના આ વ્યવહારની પાછળ રહેલું પરમ તત્વ પરખી લઈ શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ અને વર્ણન