________________
૪૦૯
ક્યાંય પલાયમાન થઈ ગયાં. સર્વ ગોપીઓનાં નેત્ર પ્રેમ અને આનંદથી ખીલી ઉઠયાં. તે બધી ગોપીઓનાં પ્રાણહીન શરીરમાં જાણે દિવ્ય પ્રાણનો સંચાર થઈ ગયે. શરીરના એક એક અંગમાં નવીન ચેતના–નવીન સ્કૂતિ આવી ગઈ. ભગવાનના એક એક અંગે સ્પર્શ કરવા લાગી ગઈ. પરંતુ સ્થૂળ સ્પર્શ કરતાં પ્રભુને મર્મ સ્પર્શ—હૃદયસ્પર્શી ગોપીઓને ખાસ ભાવી ગયે. છેવટે એ બધી ગોપીઓએ મળીને પૂછયું : “આપે અમને વિરહદુઃખ કેમ આપ્યું ?' ભગવાન શ્રીકૃષ્ણ કહે છે: “હું તે તમારી વચ્ચે જ હતા, પણ તમારામાં સ્વછંદ, અહંકાર, મમતા વગેરે આવી ગયેલાં તેથી આમ થયેલું. બસ, તમે મારાં છે અને હું તમારે છું.'
“હે પરીક્ષિત ! પછી તો થોડી જ વાર પછી આ રીતે એક ગોપો સાથે એક શ્રીકૃષ્ણરૂપી જોડાંઓને યમુનાકાંઠે મહારાસ રચાઈ ગયો જે જોવા દેવો-ગાંધર્વોનાં ટોળાં ઉમટી પડયાં. અહીં પરીક્ષિતજીએ શંકા કરી : “હે શુકદેવજી ! ભગવાન કૃષ્ણ તો નિષ્કામ છે અને સધર્મ સ્થાપક છે. છતાં પરાઈ સ્ત્રીઓ સાથે આવું વર્તન પિતે કામ કર્યું ?” શુકદેવજી કહે છે : “સૂર્ય, અગ્નિ અને સમર્થ વિભૂતિ જેવાં ઈશ્વરી તો પોતે જેવાં નિર્દોષ હોય છેતેવાં જ પિતાના આત્મીયજનોને નિર્દોષ કરવા માટે પોતાને માથે સામાના દોષો વહેરી લેતાં હોય છે. એટલે જ કહ્યું છે કે “સમર્થને દોષ હાય જ નહીં.” હા, એટલી વાત સાચી કે આવી સમર્થ વિભૂતિનું અવિભૂતિવંત નરનારી અક્ષરશઃ અનુકરણ કરી શકે નહીં. ઝેર તો શિવજી જ પચાવી શકે. એટલે એમનાં વચન અને આચરણ એકમાં હેય તેટલાંનું જ અનુકરણ કરવું. બાકીનાં આચરણનું અનુકરણ ન કરતાં તેઓ કહે તેમજ કરવું જોઈએ. ત્યાં તેમની આજ્ઞાને જ ધર્મ માનવો જોઈએ.”