________________
૪૦૮
ગેપીને ગળે હાથ નાખી, મિત્રો ! હું પોતે ખુદ શ્રીકૃષ્ણ છું. મારી ચાલને તમે સૌ દેખો.” એમ બેલવા લાગી ગઈ. તે વળી કેાઈ ગોપી ખુદ યશોદા બનીને બીજી ગોપીને કૃષ્ણરૂપ માની હેતપ્યાર કરવા લાગી ગઈ. પરીક્ષિતજી ! આ પ્રકારે લીલા કરતાં કરતાં એ ગોપીવૃંદ વૃંદાવનનાં વૃક્ષો તથા લતાઓ વગેરેને ફરી ફરીવાર “શ્રીકૃષ્ણ ક્યાં છે ?” પૂછવા લાગી.
બરાબર એ જ સમયે એક સ્થાન પર એ ગોપીઓને ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણચિહ્નો દેખાયાં. તેઓ આપ આપસમાં કહેવા લાગી : અવશ્ય જ આ ચરણચિહ ઉદાર શિરોમણિ નંદન દન શ્યામસુંદરનાં છે. કેમકે આમાં ધજ, કમલ, વજ, અંકુશ, જવ આનંદનાં ચિહ્નો સ્પષ્ટ દેખાય છે !” આથી એ દિશામાં ગેપીએ આગળ વધી. ત્યાં તે વળી નંદનંદન શ્યામસુંદરની સાથે એમની કાંધ (બરડા) પર હાથ રાખી ચાલનારી કઈ બડભાગની વ્રજનારીનાં પગલાં પણ દીઠાં. એટલે બોલવા લાગી : “જો રે જુઓ, આ આરાધિકા કેટલી ભાગ્યશાળી છે કે અમારા વહાલા અમને બધાંને છેડી, એને એકલીને પિતાની કાંધ પર બેસાડી લઈને એકાંતમાં ચાલ્યા ગયા જણાય છે.” પરીક્ષિત ! આમ ને આમ આગળ જાય છે, ત્યાં તે એક ગોપી અચેત થઈને પડેલી જોઈ. એને જગાડી તો એ કહેવા લાગી : “મને અભિમાન આવી ગયું અને મનેય છોડી તેઓ પાછા અંતર્ધાન થઈ ગયા.” આમ બધી જ ગેપીએ બસ, શ્રીકૃષ્ણની લીલા અને શ્રીકૃષ્ણની વાત સિવાય કશું બેલતી ન હતી. નહોતી જ્યાં શરીરની સુધ, ત્યાં ઘરબાર તે યાદ આવે જ શાનાં ? તેઓ બધી તે પોતાના પ્રિયતમ પ્રભુના વિરહાવેશમાં જુદા જુદા પ્રકારનાં ગાન અને પ્રલાપ કરવા લાગી હતી અને છેવટે ખૂબ ખૂબ રડવા લાગી,
બરાબર એ જ સમયે ગોપીઓની વચ્ચે વચ્ચે સ્મિત કરતા કરતા ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થઈ ગયા. કરોડો કામદેવ શરમાઈ જાય એવી એ મનોહર મૂર્તિ હતી ! એમને જોઈને ગોપીઓનાં રુદન