________________
૪૦૬
તેવું જ આમાં સમજવું. મેં તમને પહેલાં પણ ચેદિરાજ શિશુપાલન દાખલાથી સમજાવ્યું જ હતું કે દ્વેષભાવી હોવા છતાં, ભગવાન કૃષ્ણ સાથે દ્વેષભાવે પણ તે એકાગ્ર થયો કે દ્વેષભાવ તરત એને નીકળી ચૂક્યો. અને ઠેષભાવ નીકળી જતાં એ ભગવાનને જ પાખિયે બની ચૂક્યો ! તે પછી પતિભાવે ભલે પણ ભગવાન પ્રત્યે તેઓ એકાગ્ર થઈ એટલે એ પ્રણયભાવ મેહમાં પરિવર્તિત થતાં અટકી જઈ વિશુદ્ધ પ્રેમની ઉચ્ચતર ભૂમિકાએ પરિવર્તિત થઈ પ્રભુમાં અને પ્રભુનાં વિશ્વસંતાન રૂપ પ્રાણીમાત્રમાં ઓતપ્રેત બની ચૂક્યો ! ! એમાં કશી નવાઈ નથી જ. સાર એ છે કે એક વાર સાચા ભગવાન સાથે ઊંડા અને સાચે સંબંધ થવો જોઈએ, પછી એ સગપણ ગમે તે ભાવે , એની ચિંતા કરવાની જરૂર જ નથી.
જેકે ભગવાને પહેલો તે ખૂબ ઠપકે આ રીતે એમને આ : “રાતને સમયે ઘર, પતિ, સંતાન, માબાપ વગેરે બધું છોડી ત્રીદેહે મારી પાસે આવવું સારું કેમ કહેવાય ? પણ જ્યારે ગોપીઓએ કહ્યું, ભલા ! આપ રૂપી પ્રાણ ન હો, તે જગતના પતિ, પુત્ર, માતા, પિતા શન્ય સિવાય બીજું કશું નથી. અમે તમને બરાબર હવે ઓળખી ગઈ છીએ, પૂરેપૂરું આકર્ષણ કરવું અને પછી સહેજે અમે આકર્ષાઈએ એટલે ઠપકે આપવા મંડવું, આ ઠગાઈ હવે અમારી પાસે નહીં ચાલે છે !” ત્યારે ભગવાને સ્પર્શ—આલિંગનરૂપ પૂરું પ્રણયસુખ આપી દીધું. પરંતુ પરીક્ષિતજી ! આ બધી ચેષ્ટા અને લીલા જોઈ ગોપીઓમાં સ્ત્રીદેહ હોવાને કારણે પાછો જરા આસક્તિભાવ આવી ગયો. ભગવાનને તો આ ભક્તોની પિતા પ્રત્યેની આસક્તિ પણ છેવટે તે છોડાવવી જ હતી. પ્રશસ્ત રાગ પણ છેવટે તે ડો. જ પડે છે. એટલે હજુ જ્યાં આલિંગન અને પર્દાદિ સુખને પૂરા અનુભવ કરી એ સુખ માણવા લાગે ત્યાં તે ભગવાન ગોપીઓની વચ્ચે રાસલીલા રમતાં રમતાં એકાએક અંતર્ધાન થઈ ગયા, એટલે કે અલેપ થઈ ગયા !”