________________
૪૦૫
ભગવાન પિત છે.” એમ માનીને એમને પૂજવા લાગી ગયું!
હવે તે વ્રજવાસી ગોપ-ગોપીઓનાં મન એક વાર ભગવાનના ધામને જોવા તલપાપડ થઈ રહ્યાં ! મનની વાતને જાણનારા એવા ભગવાને ખરેખર તે બધાંની ઈચ્છા એકદા પરિપૂર્ણ કરી નાંખી. આમ અનંતકાળની ગધ્યાનની સાધના અને જપતપ ત્યાગાદિની સિદ્ધિ સાધ્યા બાદ પણ જે ભાગ્યે જ મળે, તે વસ્તુ વ્રજવાસીજનને અનાયાસે સહજમાં લાધી ગઈ. આમ નારાયણે ખુદ નંદબાબાને ત્યાં અવતાર ધર્યા પછી બચપણથી આવીને આખાયે વ્રજનાં સૌ ગોપગોપીઓને આવું પરમ ધામનું સહજ સુખ આપી દીધું, પછી ગોપીઓ શા માટે એમ ન કહે કે “વ્રજ વહાલું રે, નઠ નહી આવું ?' આ દાખલા પરથી પરીક્ષિત ! સમજવાને મુદ્દો એટલે છે કે જે સમપણભાવ એક વાર પૂરેપૂરો આવી જાય, તો બીજી કઈ સાધન કડાકૂટ કરવાની જરૂર રહેતી નથી !
પરીક્ષિત ! હજુ મારે આગળની બીજી વાત કહેવી છે. એવામાં એક દિન શરદઋતુની પૂણિમા આવી પડી. ચંદ્રમાએ ચાંદની અને શીતળતા બનેને એવાં તો રસમય બનાવી દીધાં હતાં કે ન પૂછો વાત ! દિવસના સૂર્યનાં ઉગ્ર કિરણેથી ઉદ્વેગ પામેલાં ગપગોપીઓ આજની રાત્રિએ તો રાત્રિ છતાં શીતલ દિવસ જાણે જાણુંમાણી રડ્યાં હતાં; બસ, તેવામાં ભગવાન કૃષ્ણ એ બંસીનાદ છેડો કે ગે પોઓ કશા જ ભાન વિના પોતાના એ સાચા પ્રિયતમને મળવા ઘર છોડી કઈ સાહેલીને જાણ કર્યા વિના એકલી એકલી એકે એક ઘેરથી સૌ જાણે એકાએક નીકળી જ પડી. અરે, પતિ, પુત્ર, ગાયો પ્રત્યેનું બધું કર્તવ્ય છેડીને નીકળી પડી ! જેમને પતિ, પુત્ર વગેરેએ પરાણે રોકી, તે ત્યાં જ ધ્યાનમગ્ન બની ગઈ. અલબત્ત, આ ધ્યાન પતિભાવનું હતું પણ ભગવાન પોતે ત્રિગુણાતીત હોવાથી ભગવાનમાં ધ્યાન લાગી જવાથી આસક્તિ આપમેળે વિખૂટી પડે છે. આથી પરીક્ષિતજી ! જેમ ગંદુ વસ્ત્ર પણ પાણીથી આપોઆપ ગંદકી રહિત બને છે.