________________
પ્રેમસંન્યાસિની ગોપિકાએ
ઉપજતિ છંદ વાત્સલ્ય ભાવ પ્રકટી ઊડ્યા જ્યાં, સમસ્ત જીવો પ્રતિ શુદ્ધતાએ; વિકારની છાંટ અતિ આકરી ત્યાં, આવી કહીંથી શુચિભંગતા દે. ૧
અનુષ્યપ કેમ કે વિધવાત્સલ્ય, પ્રભુની પ્રાપ્તિ સાધવા; વાસનાક્ષય પૂર્ણાર્થે, આવી દશા સહેજમાં ૨ આવતી એવું ગોપીની, અનોખી સાધના વદે, અંતે નૃનારી છે એક આત્મા આત્મા મહીં ભળે. ૩
શુકદેવજી કહે છેઃ “એક વખત નંદબાબાએ એકાદશીને ઉપવાસ કરેલો અને રાતના બારસ લાગી જવાને કારણે સાંજે જ યમુનાસ્નાન કરવા જઈ ચઢયા. વરણના એક સેવક અસુરને આ નંદબાબાનું વતન ન ગયું, તેથી તેમને તે પિતાના વરુણસ્વામીને ત્યાં એકદમ ઉપાડી ગયો. નંદબાબા અચાનક આ રીતે ખવાતાં વ્રજમાં તે હાહાકાર મચી રહ્યો ! તે જોઈ ભગવાન શ્રીકૃષ્ણ પોતે વરુણજી પાસે એકાએક જઈ ચઢયા. વરુણ તો લળી લળીને અત્યંત આભાર માની ભાવથી પગે પડી ગયા અને ક્ષમાં લાગવા લાગી ગયા. આ રીતે નંદબાબાને પાછા જ્યારે તેઓ વ્રજમાં લાવ્યા, ત્યારે વ્રજવાસીઓ આગળ નંદબાબાએ શ્રીકૃષ્ણરૂપ પુત્રની આવી વિશેષતા વિગતથી વર્ણવી બતાવી. બાદ તે આખુંયે વ્રજ હવે માત્ર “આ કોઈ ચમતકારિક બાળક નથી. પરંતુ ખુદ