________________
૪૦૩
તેથી તેનાં સૌથી પહેલાં તો) સંપત્તિ અને એશ્વર્ય બને નષ્ટ કરી નાખું છું. ઇદ્ર ! તારું પણ શ્રેય ઇચ્છીને જ મેં તારો પ્રભાવ તોડી નાખે છે. હવે તું ખુશીથી તારી રાજધાની અમરાપુરીમાં જા અને મને સતત યાદ રાખી આજ્ઞાપાલન કરવામાં જ ધ્યાન આપ.”
આમ % સાથે વાત પૂરી થતી હતી તેવામાં જ કામધેનુએ ત્યાં ઉપસ્થિત થઈને ઘણું ભાવથી વાંધીને, “બ્રહ્માજીએ આપને અભિષેક કરવા માટે જ પિતાને આ વખતે મોકલી છે તેમ સંભળાવ્યું. કામધેનુએ પોતાના દૂધથી તથા ઇદ્ર પિતાના અરાવત હાથીની સૂઢથી ભગવાન કૃષ્ણને અભિષેક કરી દીધું. આ વખતે ભગવાનનું ખરું નામ ગોવિંદ વધુ પ્રયલિત થવા માંડ્યુંએ વખતે ત્યાં નારદ, તંબુરુ આદિ ઋષિગણ, ગંધર્વો, વિદ્યાધરે, સિદ્ધો અને ચારણે તે પહેલેથી આવી ગયા હતા. તેમણે સૌએ ભગવાનનાં ગુણગાન ગાવા માંડ્યા અને સ્વર્ગીય અપ્સરાઓ આનંદભેર નાચવા લાગી ગઈ. મુખ્ય મુખ્ય દેવ ભગવાન પર નંદનવનનાં દિવ્ય ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા, જાણે ત્રણેય ભુવનના જીવમાત્રમાં આનંદની ભરતી આવી ગઈ! ગાયોમાં દૂધ, નદીઓમાં મધુર જળ, વૃક્ષોમાં મીઠાં ફળ, અને પૃથ્વીનાં રસ-કસ તથા અન એકાએકા વૃદ્ધિ પામ્યાં. પર્વતનાં મણિમાણિક્ય પણ ઊછળી આવ્યાં. ભગવાનના આવા અભિષેક ટાણે કૂર પ્રાણ પણ કંર ભાવ તે સમય પૂરતો ભૂલી જ ગયાં ! સૌ જીવન પારસ્પરિક મત્રી વધી. આમ અભિષેક કાર્ય પૂર્ણ કરી દે વગેરે સૌએ પિતાપિતાને સ્થાને જવા વિદાય લઈ લીધી !..