________________
૪૦૨
લઈ આવો. જાઓ, શંકા ન કરશે કે મારા હાથમાંથી આ પર્વત પડી જશે.” સાત સાત દિવસ લગી વરસાદ અને આધી રહી, પણ આખરે ઇદ્ર હાર્યો અને બાળભગવાન શ્રીકૃષ્ણ જીતી ગયા. આ વિજયથી તો શ્રીકૃષ્ણનાં યશ અને આદર માત્ર વ્રજવાસીઓ અને ગોપીઓમાં જ નહીં, દે-માનવ સૌમાં ફેલાયાં.”
શ્રીકૃષ્ણને અભિષેક
અચાનક ઘણી આવે, જીવનમાં મુસીબતે; પ્રભુકૃપા ગણી ત્યારે પ્રવતે સત્ય સાધકે. ૧
પેખી પ્રભુ-અભિષેક, સર્વે જી થતાં ખુશી રસકસ ધરા કેરાં, ત્યારે સેજે જશે વધી. ૨
શ્રી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! વ્રજના ગોવાળિયા હવે ભગવાન શ્રીકૃષ્ણના બચપણથી માંડીને અત્યાર સુધીનાં—આમ તે હજુ પિતે માંડ કિશોર અવસ્થામાં આવે છે, તે છતાં- અનેક સાહસપૂર્ણ સત્કાર્યો વારંવાર સંભારી સંભારી વર્ણવ્યા કરતા થયા છે. ત્યારે નંદબાબા પાસેથી મહર્ષિ ગગે એ બાળકને જન્મ થતાં જ જે ભવિષ્ય ભાખેલું તે સેએ સો ટકા સાચું પડયું છે એમ સાંભળ્યા પછી બધાં જ પાપીઓને જે આશ્ચર્ય થયેલું, તે હવે જતું રહ્યું અને આ બાળક ખુદ ભગવાન છે, એવો નિશ્ચય સૌને થઈ ગયો. આથી નંદબાબા અને એ નંદના લાલા પર સૌને ગાઢ અને સાતત્યભ અપાર પ્રેમ થયે. ઈંદ્ર પોતે પણ સ્વર્ગથી આવી ઘમંડ છોડી આ ભગવાન કૃષ્ણને ભાવથી વંદન કરવા લાગે ત્યારે ભગવાને ઈદ્રને કહ્યું : “જે મને ચાહે છે, તેના ઉપર હું કૃપા કરું છું અને