________________
૩૯૯ વાનની) આ વાત પૂરેપૂરી જચી ગઈ. તે દિવસે મજાનું હરિયાળું ઘાસ ગાયને ખવડાવ્યું. વળી સ્વસ્તિવાચન કરાવી ગિરિરાજ તથા બ્રાહ્મણને સાદર ભેટ આપી દીધી અને બ્રાહ્મણના હાર્દિક આશીર્વાદ લીધા. તેમ જ નંદબાબા વગેરે ગોવાળિયાઓએ ગાયોને આગળ કરીને એ ગિરિરાજની પ્રદક્ષિણ પણ પ્રેમથી કરી લીધી. ઘણાખરા ગોવાળિયાઓ બળદવાળા એક્કાઓ પર બેસી ગયા. ગોપીઓ પણ શણગાર સજી ગાડીઓ પર ભગવાન ની લીલાઓનાં ગીત ગાતા ગાતી પર્વતની પરિકમ્મા કરવા લાગી ગઈ!
ત્યારે ભગવાન કૃષ્ણ એક પિતાનું વિશાળ શરીર સજી ગોવાળિયાઓને વિશ્વાસ આપવા માટે એ ગિરિરાજ પર ચઢીને બેસી ગયા અને હું પોતે જ ગિરિરાજ છું. મને બધી જ સામગ્રી પીરસે.' એમ કહીને બધું પોતે જ આરોગવા મંડી પડ્યા. બીજે વનવાસી ગોપ-ગોપીઓની જેમ પિતે પણ પિતાના પર્વત પર ચઢીને બેસી ગયેલા વિશાળ સ્વરૂપને પ્રણામ કર્યા અને કહ્યું: “જુઓ, કેવું મોટું આશ્ચર્ય છે કે ખુદ ગિરિરાજે સાક્ષાત પ્રગટ થઈને આપણા સૌ ઉપર કૃપા કરી ! આ ગિરિરાજ ચાહે તેવું સ્વરૂપ ધારણ કરી શકે છે. આમ, ગાય અને બ્રાહ્મણનું વિધિપૂર્વક યજન-પૂજન કરીને પછી ભગવાન કૃષ્ણની સાથે બધાં પાછા ફરીને વ્રજમાં આવી ગયાં !”
ગોવર્ધનધરણ દેનેય સત્તાન, નશે અંધ બનાવી દે, પ્રભુ સામે પડે તેયે, પ્રભુ દૌર્ય ન છોડશે. ૧ આખાયે વિશ્વનાં પ્રેય-શ્રેય પેખે અહોનિશી; પ્રેમાવતાર ધારી તે, વિશ્વેશ્વર જે વસી. ૨