________________
૧૭
સમજાવી દીધું કે પ્રકૃતિ અને પૃથ્વી ઘાસચારો અને વનસ્પતિ સજે છે. ગાયે તે ખાઈને દૂધ આપે છે. મનુષ્ય ગાય અને તેનાં છોરુ બળદ પાસેથી સેવા લઈને કૃષિસંપત્તિમાં વૃદ્ધિ કરે છે. આમ અન્ન, દૂધ, ફળ, શાકભાજી વગેરે પ્રકૃતિમાં પશુ અને મનુષ્યની મહેનતથી થાય છે. એટલે એને ઉપયોગ પણ સર્વના પિષણ માટે જ કરાય. દૂધ, દહીં, ઘી, માખણ વગેરેનું મૂલ્ય ગ્રાહકની ગરજ, અજ્ઞાન, સ્પર્ધા કે ટૂંક બુદ્ધિના સ્વાર્થથી ન મપાય, પણ ગ્રાહકને પિષણ, સતિષ ને પુષ્ટિ આપે તે માપે મપાય. અને એથી જ પ્રભુ મહી-માખણ ગેપબાળ, વાછરુ, વાંદરાં ને ગોવાળને પુષ્ટ-તુષ્ટ કરવા સૌને વહેંચી આપતા, અને જે વધે તે મથુરામાં વેચવા જાય ત્યારે ત્યાં પણ જેને પિષણની ખેંચ હોય તેવા વિસ્તારમાં ગોપીઓ પ્રસાદરૂપે માખણ વેચવા જતી અને લલકારતી કે, “માધવ લે-માધવ લે.” તેમને સાદ સાંભળી મથુરાના નારીવૃંદ અને બાળકે પણ માખણની સરલતાથી મેજ માણતાં ને સામેથી જે વસ્તુ આપે તેને પણ પ્રભુપ્રસાદી ગણું ગોપીઓ પણ તેષ પામતી. આમ ઉત્પાદક ને ગ્રાહક વચ્ચેની તૃષ્ટિ–પુષ્ટિને મધુર વ્યવહાર એ જ માધવની લીલા છે. મથુરાનગરીના બજારમાં વધેલા શેષિત મૂલ્યનું હરણ કરી સર્વને પોષણ મળે તેવા પિોષિત મૂલ્યની ધર્મોપાસના શીખવી ભગવાને રમત-રમતમાં ગોપીઓને ભગવદ ભાવથી ભરી દીધી. એમને બીજાને જમાડવામાં, બીજને પિષવામાં સ્વયંની પુષ્ટિને આનંદ માણતી કરી દીધી. સ્ત્રીહદય સ્નેહરસથી રસાયેલું હોય છે એટલે સહેજે બીજાને દઈને ઘસાવામાં તે સહજાનંદની મોજ માણે છે. આથી જ વ્રજ-ગેકુળનું મહિયારું સહિયારું બની ગયું હતું. જાણે કે બધું કૃષ્ણનું જ હતું અને બધા કૃષ્ણમય હતાં. અને કૃષ્ણ પણ વ્યક્તિ છતાં વિશ્વમય બની વૈશ્વિક વ્યવહાર સૌને શીખવતા હતા. સૌને પ્રેય તે કરતા હતા પણ શ્રેયને પ્રાધાન્ય આપી પ્રેય પ્રેરતા હતા. ૨-૨