________________
૧૮
આખાયે વિશ્વનાં પ્રેય, શ્રેયે પેખે અહેનિશ;
પ્રેમાવતાર ધારી તે, વિશ્વેશ્વર વજે વસી. (પા. ૩૯૯) પ્રભુના આવા શુદ્ધ-વિશુદ્ધ વિશ્વપ્રેમને હદયથી જ વ્રજનારી જાણું ગઈ, માણે ગઈ અને એથી જ કૃષ્ણમાં અર્પાઈ ગઈ. કેમકે,
શુદ્ધ દિવ્ય જહીં સ્નેહ, નારીહૈયું પિછાનતું; શીધ્ર અર્પાઈ જાતું ત્યાં, ને પરં સ્થાન પામતું. (પા. ૪૨૪) મામ વ્રજનારીઓ, ગોપીઓ સાથે હૃદયથી એકતા સાધી શ્રીકૃષ્ણ વ્રજનારીને પણ અનંત સાથે એકતા સાધતી કરી દીધી; કેમ કે, સમગ્ર વૃજ હવે પ્રાણીમાત્રનું વાલી બની તેમની સાથે હદયતાર સાંધતું થઈ ગયું હતું. આવા શુદ્ધ હૃદયના વિધવિધ વ્યવહાર માનવને બાંધતા નથી પણ માનવહૈયાને સાંધે છેઃ
નૃ--નારી એક્ય ને પ્રાણીમાત્રમાં થાય લીનતા; પછી જ તાર સંધાય, એકના ને અનંતના. લક્ષ્ય આત્મા ભણી રાખી, દેહાદ ગૌણ રાખતા; સર્વ ક્રિયા કરે છે ને, ન જ્ઞાની કર્મ બાંધતા. (પા. પર૧)
આમ શ્રીકૃષ્ણ બાલભાવે જે પ્રેમમાધુર્યથી વ્રજવાસીનાં હૃદયને રસી દીધાં તેમાં તેમનાં ઐશ્વર્ય અને આત્મવૈભવનો ચમકાર જેવા મળે છે. બળદેવજી પણ તેમાં સાથે ને સાથે જ છે. બાલકૃષ્ણની લીલાની છટા એવી તે અદ્દભુત છે, બાલસુલભ નિર્દોષ ગમતથી ભરપૂર છે, અને છતાં રસસભર રંગીલા રસરાજના વૈવિધ્યનિધિનો પાર નથી. એથી જ એની બાળલીલા ગાતાં કવિઓ ધરાતા જ નથી. આમ છતાંય હજુ ગોકુળ-વ્રજના કેંદ્રમાં તે કાનુડે જ છે. એના જ આત્મ-એશ્વ વ્રજવાસીની દષ્ટિને વૈશ્વિક કરી હતી. વિશ્વપ્રેમલક્ષી જીવન સહજતાથી જીવતું કર્યું હતું. સત્ય અને પ્રેમ જ્યાં બલરામ અને કૃષ્ણરૂપે સદેહે અવતર્યા હોય ત્યાં આવું બને તે સહજ જ છે.