________________
૧૬
કહેવા લાગીઃ “મા ! આ તારે કાનુડો બહુ નટખટ થઈ ગયો છે. ગાયને દેહવા માટે સમય થયા પહેલાં વાછરડાં છૂટાં મૂકી દે છે; મીઠું દહીં-દૂધ ચેરીને છોકરાં તથા વાંદરાને વહેંચી દે છે; અમે દહીં-દૂધ શીકાં પર રાખીએ તે પણ પોતાનાં સાથી બાળકોની કાંધ પર ચઢી તે કાં તો બધાને ખવડાવી દે છે અથવા ટોળી નાખે છે; અમે ચોરી કરવા માટે ઠપકે આપીએ તે કહે છે: “એર શેને? ઘરને માલિક તે હું છું. તમે જ મારા-પરાયા કરીને વસ્તુ છુપાવી દે છે; પિતાકાને ખવડાવે છે એટલે તમે જ ચેર છો.’ આમ કહી મારે લાડ અમારાં બાળકે ને રડાવી ને લીયા ગૂમાં આંગણું બગાડી, માં મચકડી અમને ખીજવીને ચાલતી પકડે છે.”ગે પીઓએ યશોદામા પાસે ફરિયાદ તે કરી, પણ તેમની આંખમાં પ્રેમ નીતરતો હતો તે યાદામાંથી છાનું ન રહ્યું. એટલે મા પણ હસી પડ્યાં. તે જાણતાં હતાં કે કનીયાએ ગોપીઓના હૃદયમાં સ્થાન લીધું છે. ગોપીએને રાજી કરવા તેઓ કહે તેવું કાને ગા, નાચતે અને જાણે તેમની કઠપૂતળી હોય તેમ જે કામ ચીધે તે કર્યા કરતો. કેદના વજનનાં કાટલાં ઊંચકી દે તે કોઈ વાર પહેલવાનની જેમ કુસ્તી કરે; કોઈ વાર વાસીદું કરવામાં મદદ કરે તે કોઈ વાર પશુ–પંખી જે અવાજ કરીને, કે ફળવાળી-બરવાળી જે લટકે લહેકા કરે એવું કહ્યું કાલું બોલે કે સી હસીહસીને ઢગલે થઈ જાય. કેવળ ગોપીઓની જ નહીં પણ ગાય, વાછરડાં, ગોવાળિયા, વાંદરાં અને પ્રાણીસૃષ્ટિની પણ એણે એવી સેવા કરી કે સૌ તેના પર વારી જતા?
સન ચિત્ત હરાયાં છે, જેમ ગોપી ગો તણું; મન ચિત્ત હરાયાં છે, તેમ જ પ્રાણી માત્રનાં. પ્રેમ પૂર્ણ છતાં તેઓ, કાળ સૌ દૂષિતો તણાં; કરા એ કૃષ્ણની સૌએ, સર્વાગી ઉપાસના. (પા. ૪૧૨)
ભગવાને સહજ લીલા કરતાં કરતાં ગોપીગણને સત્ય સિદ્ધાંત