________________
૩૯૧
બસ, આમ સાંજ પડતાં ગોવાળિયા–બાળકેએ ગાયોને વ્રજ તરફ પાછી ફેરવી. શ્રીકૃષ્ણ પણ પિતાની વાંસળી વગાડતાં વગાડતાં ગાયની પછવાડે પછવાડે વનયાત્રા કરી લીધી. એમની મૅફાટ સ્તુતિ કરતાં કરતાં સૌ બાળક સાથે આવી રહ્યાં હતાં. અહીં વ્રજની ગોપીઓને તે ભગવાન કૃષ્ણ વિનાની એક ક્ષણ સે સે યુગ સમી લાગી રહી હતી. જેવા એ પ્રભુ આ બધાં સાથે વ્રજમાં પાછા ફર્યા કે તરત એ ભગવાનનાં દર્શન કરી પરમાનંદમાં મગ્ન બની ન્યાલ ન્યાલ થઈ ગઈ હતી !!!...
વસ્ત્રાહરણ મર્યદેહ છતાં કૃષ્ણ-મર્યેતર સુરેંદ્ર છે; હવે સો વ્રજવાસીઓ, માની વહેં નિઃશંક તે. ૧ કમે ગોપાંગના સર્વે, ઉત્કૃષ્ટ ભાવથી પતિ રૂપેય માની શ્રીકૃષ્ણ, વાસનાક્ષય પામતી. ૨ પિતા માતા સખા સ્વામી, સંબધે પ્રભુમાં બધા આમ ગોપી તણું સર્વ, સમાતું માત્ર કૃષ્ણમાં. ૩
બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ પરીક્ષિત ! શ્રીકૃષ્ણ ગ્રીષ્મઋતુમાં અગ્નિપાન કર્યું અને પ્રલંબ નામના અસુરને માર્યો વગેરે વર્ણન ગોપ–બાળકેએ પોતાનાં મા-બાપ અને વડીલે પાસે વિગતે કર્યું. વ્રજમાં સે હવે એમ જ માનતાં થઈ ગયેલાં કે કૃષ્ણ અને બલરામને વેશ ધરીને કોઈ મહાદેવતાઓ જ પધાર્યા છે.”
પછી વર્ષાઋતુ આવી. વાદળાં એવાં (આકાશમાં) થવા લાગ્યાં કે બ્રહ્મસ્વરૂપ હોવા છતાં ત્રણ ગુણો-સત્વ, રજ અને તેમના દબાવથી જીવની જેવી દશા થાય છે તેવી સૌને અકળામણ થવા