________________
૩૯૨
લાગી. સંયે રાજાની માફક પૃથ્વીરૂપ પ્રજા પાસેથી આઠ માસ લગી પાણુને કર ગ્રહણ કરેલ. હવે તે વહેચવા ઉત્સુક છે. મતલબ વરસાદ વરસવો શરૂ થયો. વૈશાખ–જેમાં પૃથ્વી સુકાઈ ગયેલી, તે પાછી હરીભરી બની. પાક અઢળક પાક્યો. એ જોઈ ખેડૂત ખૂબ ખૂબ રાજી થતો હતો. વર્ષાને કારણે મોરલાઓ ટહુકાર અને નૃત્ય દ્વારા આનંદોત્સવ મનાવતા જણાતા હતા. ગાયે પણ ભરપેટ ઘાસ ખાઈ, બેઠી વાગોળ્યા કરતી હતી. આમ તે એક દૃષ્ટિએ આ ભગવદ્લીલાને જ વિલાસ હતો. તોય આ બધું જોઈ ભગવાન કૃષ્ણ જાતે પ્રસન્ન થઈ આ બધાંની તારીફ કરવા લાગી જતા.
વર્ષો પછી તરત શરદ ઋતુની સવારી આવી પહોંચી. હવે આકાશમાં વાદળાં વીખરાઈ ગયાં. શરદ ઋતુમાં સમુદ્ર પણ નિઃસંક૯પ થયેલા આત્મારામ જેમ કર્મકાંડના ઝમેલાએ છેડી શાન્ત થઈ જાય છે, તેમ શાંત થઈ ગયો. મતલબ, બધાને જગતમાં શાન્તિ થઈ જતી હતી; પણ ગોપીઓ તે પોતાનાં મન-સન કૃષ્ણ ચોરી લીધેલાં, તેથી અશાન્તિ દી રહેલી. છેવટે શ્રીકૃષ્ણ-બલરામ વાંસળીની તાન છેડતા અને ગોપીઓ પરરપર એ વેણુગીતની ચર્ચા કરી ખૂબ ખૂબ આનંદ લૂંટયા કરતી હતી. પિતે તો ચેતનમય છે પણ જડચેતન સૌને પ્રેમ–સ્વરૂપ ભગવાનની બંસીની અસર થઈ રહી છે, તેમ ગેપીએ જણાવ્યા કરતી હતી. એવું ભગવલીલા વર્ણન કરવામાં રોપીઓને અનેરો આનંદ આવતું હતું. તેઓ બધી યમુનામાં
નાન કરી બહાર વાલુકામયી દેવી બનાવી વિનંતિ કરતી કે, “હે. કાત્યાયનિ ! હે મહામાયે ! હે મહાગિનિ ! તું આ અમારા શ્રી કોણને અમારા પતિ જ બનાવી દે તે અમારે આ જન્મ સાર્થક થઈ શકે.
ભગવાનથી શું અજાણ્યું હોય ? આથી એક વખત તેઓ જાતે યમુનાતીરે આવી, કાંઠા પર વસ્ત્ર મૂકી પેલી સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રો ઊંચકી એક પાસેના કદંબ વૃક્ષ પર ચઢી ગયા અને ગોપીઓને