________________
૩૮૮
કરતી હતી. ક્યાંક રસ્સીઓના હીંચકા કરતાં, તે કયારેક બે બાળ-- કાને ઊભાં રાખી, એમની બાંયના બલ પર બાળકે લટકવા લાગી જતાં હતાં.
એક દિવસ બલરામ અને કૃષ્ણ બને જણ પેલાં વાલ બાળકે સાથે રમતાં રમતાં ગાયે ચરાવતા હતા, તેવામાં ગોવાળિયા-વેશે એક પ્રલંબ નામને અસુર આવી પહોંચ્યું. એની ઈચ્છા એવી ખરી કે પિતે વાસુદેવ, બલરામ બન્નેનું અપહરણ કરી જવે.
ભગવાન સર્વજ્ઞ હેવાથી, તે એ વેશધારીને જોઈને તરત ઓળખી ગયા. એમ છતાં એને મિત્રતાને મીઠો પ્રસ્તાવ ભગવાન શ્રીકૃષ્ણ તરત સ્વીકારી લીધો. મનેમન એ વિચારી રહ્યા જ હતા કે એને વધ કઈ યુક્તિથી અને શી રીતે કરવો. એમણે ગોવાળ બાળકને બેલાવી કહી દીધું: “મારા વહાલા મિત્રો! આજે આપણે સો ખુશીથી બે દલમાં વહેંચાઈ જઈએ અને પછી આનંદ સાથે રમીએ. આ બે પૈકી એક દલના મુખિયા બન્યા પોતે અને બીજા દલના બલરામ; જેમાં એક દલના લેકને પીઠ પર બેસાડી એક ચક્કસ સ્થાન પર બીજા દલે લઈ જવાના હતા. એમ રમતાં રમતાં આ બધાં બાળકે ભાંડીર નામના વડ પાસે પહોંચી ગયાં.
- પરીક્ષિત ! એક વાર તે બલરામજીને દલવાળા શ્રીદામા, ઋષભ આદિ ગવાળિયા બાળકેએ બાજી મારી લીધી. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને પિતે જાતે પિતાની પીઠ પર શ્રીદામાને ચઢાવ્યા. ભસેને વૃષભને પિતાની પીઠ પર ચઢાવ્યો અને પ્રલંબાસુરે જોયું કે ભગવાન કૃષ્ણ ખૂબ બળુકા હેઈ, ત્યાં મારું કાંઈ નહીં ચાલે, પણ આ બલરામને હરી લઈ જાઉં. આમ વિચારી તે નિયત સ્થાન કરતાં આગળ ને આગળ જ ઝટઝટ એમને પીઠ પર ચઢાવી લઈ ચાલ્યો. પરંતુ બલરામે પિતાનું બળ સમયસર ખૂબ વધારી દીધું, જેથી પ્રલંબાસુરે હવે મૂળ દૈત્ય રૂપ ધરી લીધું. ગૌરસુંદર બલરામજીને લીધે તેનું કાળું શરીર પણ શોભી ઊઠયું, કાળું વાદળ જાણે કે વીજળી વેગે.