________________
૩૮૭
જણાતા હતા. આ બધા હરિયાળા વાયુમંડળને કારણે ત્યાંની પૃવીને તથા હર્યાભર્યા ઘાસને સૂર્યનાં ઉગ્ર અને તીખાં કિરણે પણ સૂકવી શક્તાં નહીં! ચારે બાજુ લીલવણ છાઈ રહેલી જણાતી હતી. વનવૃક્ષોને પાંદડે પાંદડે ફૂલો લહેરાઈ રહેતાં હતાં ! મતલબ જ્યાં દેખે
ત્યાં સુંદરતા સુંદરતા જ ખીલી પડેલી આંખે ચઢતી હતી ! કન્યાંક રંગબેરંગી પંખી ઊડતાં, તે કયાંક રંગબેરંગી હરણુઓ ચેકડી ભરી રહેલાં જણાતાં હતાં. તો વળી ક્યાંક મયુરોના ટહુકા થતા સંભળાતા, તે વળી ક્રયાંક ભમરાઓના ગુંજારવ સંભળાતા. તો વળી કયાંક કોયલના ટહુકાર તો વળી કયાંક બાજુમાં જ સારસપંખી અલગ અલગ પિતાના આલાપ છેડી રહ્યાં હતાં.
આવું સુંદર વન નીરખીને શ્યામસુંદર શ્રીકૃષ્ણ અને ગૌરસુંદર બલરામજીએ એ વનમાં વિહરવાની ઈચ્છા કીધી. આગળ આગળ ગાયો, પાછળ પાછળ ગ્વાલબાલ (ગોવાળિયા–બાળકે) અને વચ્ચે પોતાના વડીલ ભાઈ બલરામની જોડે જોડે બંસીની મીઠી મધુરી તાન છેડતા શ્યામસુંદર શ્રીકૃષ્ણજી જઈ રહ્યા હતા. ગોવાળિયા બાળકેએ પણ મજાના લાલફેટા, મારપાંખના ગુચ્છા, સુંદર સુંદર ફૂલોના હાર અને ગેરુ વગેરે ધાતુઓથી પિતતાને જુદી જુદી રીતે સજાવી લીધેલાં હતાં. પછી કેઈ આનંદ તરબોળ બની નાચે છે તો કોઈ વળી જાધ પર તાલ ઠેકતાં કુસ્તી કરવા લાગે છે. કોઈ કેઈએ તો વળી રાગ આલાપવો પણું શરૂ કરી દીધો. જે સમયે ખુદ શ્રી કૃષ્ણ નાચવા લાગે, ત્યારે કેટલાંક ગોવાળ–બાળકે ગાવા લાગે છે, કાઈ બંસરી વગાડવા લાગે છે તે વળી કઈ રણશીગુ ફેંકવા લાગી જાય છે. કોઈ વળી હથેલીને તાલ આપે છે, તે કેાઈ માંથી “વાહ વાહ' બોલવા લાગી જાય છે. પરીક્ષિત ! આ મંગલ પ્રસંગે તે જેમ ન નાયકની પ્રશંસા કરવા માંડે, તેમ દે ખુદ ગોવાળિયાનાં બાળકે બની આવી શ્રીકૃષ્ણ–બલરામની સ્તુતિ કરવા લાગી જાય છે. આમ વિવિધ પ્રકારની રમત ચાલ્યાં જ