________________
૩૮૬
અનુટુપ છળે તે જ છળાઈને, અંતે રિબાઈને મરે, માટે સરળ ને શુદ્ધ, બની સૌ ધર્મ આચરે. ૨
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યાઃ “રાજન પરીક્ષિતજી ! ભગવાન શ્રીકૃષ્ણ કુશળક્ષેમ કાલિયકુંડમાંથી અગમ્ય રીતે બચી આવી ગયા અને દાવાગ્નિથી પણ એમણે બધા લોકોને બચાવી લીધા. આ કારણે સૌ વ્રજવાસીને ઘણું ઘણું પ્રસન્નતા થઈ. અને આમ બનવું સ્વાભાવિક જ હતું. બીજી સવારે ભગવાન શ્રીકૃષણે વ્રજ પ્રવેશ કર્યો, ત્યારે સુંદર સુંદર ગાયે શોભતી હતી અને એ ગાય સાથે નાનાં નાનાં ગોવાળિયા–બાળક કૃષ્ણની કીર્તિનું ગાન કરી રહ્યાં હતાં. આ રીતે પિતાની યોગમાયાથી ગોવાળિયા–બાળકને વેષ ભજવી રામ અને
શ્યામ બને બંધુએ વ્રજમાં રમત રમી રહ્યા હતા. જોકે તે દિવસમાં ગ્રીષ્મઋતુ ચાલતી હતી. એ ગરમીની મોસમમાં લેકે કાંઈ બહુ પ્રસન કે બહુ સુખી નથી રહેતા, પરંતુ આ વૃંદાવનમાં તો એ ઋતુની પણ છટા કાંઈક નિરાળી અથવા અનેખી જ હતી ! કારણ કે અહીં ભગવાન કૃષ્ણ અને બલરામ સ્વયં વિરાજમાન હતા. ભમરાને તીખ ધ્વનિ ઝરણાંના મીઠા એવા ઝરઝર નાદમાં છુપાઈ જતા હતો. ઝરણુઓની કુંવારીએ ઊડયાં કરતી હતી, જેથી ત્યાંનાં વૃક્ષનું હરિયાળું વાતાવરણું મીઠું, રમ્ય અને રળિયામણું લાગ્યા કરતું. સરોવર અને ઝરણાંને લહેરીઓને સ્પર્શ કરતો વાયુ વિવિધ કમલોના પરાગ સાથે ઊડતો-સ્પર્શ આનંદદાયક લાગતા હતા. આ શીતલ, મંદ અને સુગંધીદાર વાયુને કારણે વનવાસીઓને ગરમીને ખેદ સહન કરવો જ નહોતો પડતો, દાવાગ્નિને તાપ અને સૂર્યને ધામ લાગતો જ નહતા. નદીઓમાં અગાધ જલ ભર્યું જ રહેતું હતું. મોટા મોટા તરંગો નદી-કાંઠાને જાણે વારંવાર ચૂમ્યા જ કરતા