________________
૩૮૫
પિલાં સૂઈ રહેલાં વ્રજવાસીઓને ચોમેરથી ઘેરી લીધાં. તેથી બધાં બળવા લાગ્યાં. આગને સ્પર્શ થતાં જ તેઓ બધાં ઊઠી ઊભાં થઈ ગયાં. અને શ્રી કૃષ્ણ-શરણમાં જઈ બોલવા લાગ્યાં : “યારે શ્રીકૃષ્ણ [ શ્યામસુંદર ! અને મહાભાગ્યવાન બલરામ ! તમારા બન્નેનું બલ–વિક્રમ અનંત છે. જુઓ, જુઓ, આ આગ અમ સરીખાં તમારાં આત્મીજનેને બાળી રહી છે. તમારામાં બધું જ સામર્થ્ય છે. અમે તમારાં સુહૃદ છીએ માટે આ પ્રલયકારી અપાર આગથી અમને ઉગારી લે, પ્રભો ! અમે મતથી જરાય ડરતાં નથી. પરંતુ આ માનવ રૂપે અમારી સાથે આવી પડેલા આપ સમર્થનાં ચરણકમળ અમારાથી છૂટતાં નથી. માટે ગાંવિદ ! તમે અમને આપનાં નિર્ભય ચરણમાં જ રાખે !' જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ જોયું કે મારાં આ સ્વજને આમ વ્યાકુળ થયાં છે. કે તરત ભયંકર આગને તેઓ પી જ ગયા. મતલબ, એમણે અગ્નિપાન કર્યું. પરીક્ષિતજી ! ભગવાન તે અનંત છે. એમને માટે આ જરાય મોટી વાત નથી. આત્માની અનંત શક્તિ અને એના સામર્થ્ય આગળ આ ચમત્કારની કશી જ કીમત નથી.”
બલરામે પ્રલંબાસુર હણ્યો
વસંતતિલકા દૈત્ય પ્રલંબ છળવા પ્રભુને ગમે તે,
પીઠે ચઢાવી બલરામ વહી રહ્યો છે, ત્યાં તો પડયો બલભર્યો બલરામ ગુગ્ગો,
માથા પર ઝટ મર્યો ભૂમિ ભાર છૂટો. ૧
પ્રા. ૨૫