________________
૩૮૪
મરી જશે. બસ, આ રીતે નિર્ભયપણે કાલિયનાગ અહીં પોતાનું સુરક્ષિત સ્થળ માની રમણકકુંડ છોડીને અહીં વસેલે, ત્યારથી એ કાલિયકુંડ ગણાતો હતો. હવે, ખુદ ભગવાન શ્રીકૃષ્ણ અને નિર્ભય બનાવી રમણુક દ્વીપમાં જ પાછો મોકલી આપે.
પરીક્ષિત ! અહીં ભગવાન શ્રીકૃષ્ણ દિવ્યમાલા, ગંધ, વસ્ત્ર, મહામૂલ્ય મણિ અને સુવર્ણમય આભૂષણેથી વિભૂષિત થઈને એ કાલિયકુંડમાંથી બહાર નીકળ્યા. એમને જોઈને બધાં જ વ્રજવાસીએ એ પ્રકારે ઊઠી ઊભાં થયાં કે જેમ પ્રાણેને મેળવી ઈદ્રિય સચેત થઈ જાય. બધા જ ગોવાળિયાઓનાં હૈયાં આનંદથી ભરાઈ ગયાં. તેઓ ઘણું પ્રેમ અને પ્રસન્નતાથી પિતાના કનેયાને હૃદય સાથે લગડવા લાગી ગયા. પરીક્ષિત ! યશોદાજી, રોહિણીજી, નંદબાબા, ગોપીઓ અને ગોવાળિયાઓ બધાં ભગવાન શ્રીકૃષ્ણના આવવાથી સચેત થઈ ગયાં. એમ મને રથ સફળ થઈ ગયા. હા, બલરામજી તે ભગવાનને પ્રભાવ જાણતા જ હતા. તેઓ તે ભગવાન શ્રીકૃષ્ણને હૈયે લગાડીને હસવા લાગી ગયા. મતલબ, શ્રીકૃષ્ણના બહાર આવવાથી આખીયે જડચેતન સૃષ્ટિ પૂરબહારમાં ખીલી ઊઠી. પર્વત, વૃક્ષ, ગાય, બળદ, વાછરડાં બધાં જ આનંદમગ્ન થઈ ગયાં. ગોવાળિયાઓના કુલગુરુ બ્રાહ્મણોએ પિતાની ધર્મપત્ની સાથે નંદબાબા પાસે આવીને કહ્યું : નંદજી! તમારા પુત્રને કાલિયનાગે પકડી લીધેલ. તે છૂટીને આવી ગયે એ કેટલા સોભાગ્યની વાત છે !' આ સુણી નંદજીના હર્ષને પાર જ ન રહ્યો. એમણે બ્રાહ્મણને ખૂબ ખૂબ દાન કર્યું. યશોદાજીએ તે પિતાના આ લાલને હૈયા સરસ ચાંપી દીધો. એમના આંખમાંથી આંસુધારાઓ વારવાર ટપકી પડતી હતી.
પરીક્ષિતજી ! આ બાજુ વ્રજવાસી અને ગાયો વગેરે સો થાક ગયેલાં. ઉપરથી ભૂખ પણ લાગી હતી. તે રાતે તેઓ વ્રજમાં ન જતાં યમુનાતટ પર જ સૂઈ ગયાં. આ ગરમીના દિવસે હતા. વન સૂકાઈ ગયેલું. બરાબર અડધી રાતે ત્યાં આગ લાગી અને એ આગે