________________
૩૭૭
નમી પડે છે ! કેમ ન નમે; કારણ કે પોતાનાં પાપ નષ્ટ કરવા માટે તા અહીં વૃંદાવનમાં વૃક્ષેા રૂપે તેઓ જન્મ્યાં છે ! જુએ, આ મેાર આપનાં દર્શન કરી આનંદિત થઈ નાચે છે. મૃગનયની એવી ગેપીઓની માફક આ હરણીએ પણ આપ તરફ તિરછી નજરથી જોઇ આપને ખુશ કરી રહેલ છે. જુએ, આ કાયલ પણ ટહુકાર કરી તમારું સ્વાગત કરે છે. આ ભૂમિ પણુ હસીને જાણે આપનું સ્વાગત કરે, આનંદ પ્રગટ કરી રહેલ છે, આમ સુણતાંસુણતાં કયારેક બલરામ ગાવાળિયાબાળકાના ખેળામાં માથુ મૂકી સૂઈ જતા, તા ભગવાન કૃષ્ણ એમનાં પાવન ચરણે છાવી સેવા કરતા હતા. આમ પુષ્કળ આનંદભરી લીલા ચાલતી. એ બલરામ અને કૃષ્ણના એક પરમ મિત્રનું નામ શ્રીદામાં હતું. એક દિવસ એમણે તથા સુબલ વગેરે ગોવાળિયા બળકાએ બલરામ અને કૃષ્ણને કહ્યું : પાસે એક મેટું તાડવન છે. પણ ત્યાં એક ધેનુ નામનેક મેટા દંત્ય રહે છે. ત્યાં તાડ પરનાં પાકેલાં ફળને જો કાઈ લેવા જાય, તે તેના લેવા જ દેતા નથી. તે દૈત્ય ગવૅડાના રૂપમાં રહે છે. તે પોતે તેા ધોા બળુકા છે અને ખીજા બાળુકા દૈત્ય એની જેમ ગધેડા રૂપે ત્યાં રહે છે. એ બધા દૈત્યોએ ઘણા માણસે તા કચ્ચરઘાણુ વળ્યો છે! આથી મનુષ્યો તા ડરે પણ પક્ષીએ પશુ ડરે છે, તે આપ બન્ને ભાઈએ એ ત્રાસને મટાડે. તરત એ ખતે ભઈઆ ત્યાં ગયા અને ધેનુકાસુર વગેરે દૈત્યો મારો આખુયે એ વન સાફ કરી નાખ્યું. દવેએ ફૂલ વરસાવ્યાં અને લેાકા અને પશુમખી બેફિકર બની ફળ, ઘાસ વગેરે નિરાંતે ખાવા લાગો જ્યાં અંતે આનદ આનમય વાતાવરણ થઈ ગયું.''