________________
૩૭૬
વર્ષ સમી ભગવાન શ્રીકૃષ્ણે જ બધામાં વાસ કરી આખાયે વ્રજને પિતામય બનાવી સહેજે વિતાવી નાખી. મતલબ, વ્રજબાળકે રૂપે પણ પિતે બનીને એ વર્ષમાં જે આમાનાય આત્મારૂપ પરમાત્માનું વ્યાપક સ્વરૂપ બતાવ્યું અને વ્રજવાસીજનોને તે અનુભવાવ્યું તેને લીધે આખા વ્રજમાં સૌની એમની સાથે ઓતપ્રેતતા થઈ ચૂકી. હવે પરીક્ષિતજી, બલરામે અને શ્રીકૃષ્ણ બનેએ પોગરૂડ અવસ્થામાં એટલે કે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો. તેથી એમને વાછડી-વાછડા રૂપ નાનાં ગાય-બળદોને બદલે મોટેરાં ગાય-બળદને પણ ચરાવવાની સંમતિ મળી ગઈ. તેઓ પોતાના મિત્રો વાલ–બાલો સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં જતા હતા. આથી વૃંદાવનની ભૂમિ એમનાં ચરણચિહ્નોથી વધુ ને વધુ પવિત્ર બન્યું જતી હતી. એક દિવસ ભાઈ બલરામ સાથે પોતે વાંસળી વગાડતા વગાડતા ઘણી સુંદર લીલા કરવાની ઇછાએ પરમ મનોહર એવા વનમાં પ્રવેશ કર્યો. એ વનનું એક એક ઝાડ અને એક એક લતા પુષ્પભરપૂર હતાં. ગાયને માટે ચારેકાર લીલું લીલું ઘાસ પથરાયેલું હતું. ભગવાનની આગળ આગળ ગાયે ચાલી રહી હતી અને એ ગાની પાછળ એમની કીર્તિનું મધુર ગાન કરતા ગોવાળયા – કાળકા ચાલતા હતા. એ વનમાં ક્યાંક ભમરાઓ માટે અને મીઠા ગુંજારવ કરી રહ્યા હતા, કયાંક ઝુંડનાં ઝુંડ હરણાઓ દોડતાં હતાં અને ક્યાંક સુંદર સુંદર પક્ષીઓ ગાઈ રહ્યાં હતાં. ત્યાં ઘણું જ સુંદર સરોવર હતું. એ સરોવરનું પાણી સાચા સંતના અતઃકરણની જેમ સ્વચ્છ અને નિર્મળ હતું. એ સરોવરમાં ખીલેલાં કમળાની સુવાસથી સુવાસિત બની શીતલ, મંદ અને સુગંધિત વાયુ એ વનની સેવા કરી રહ્યો હતા. એ વન એટલું તો મનમોહક હતું કે મનરહિત એવા ભગવાને પણ વનવિહાર કર્યો. તે વખતે ફળોથી લચી પડતાં ઝાડ વગેરે જોઈ સ્મિત કરતાં કરતાં શ્રીકૃ પિતાના મોટાભાઈ બલરામજીને કહ્યું :
ટાભાઈ ! જુઓ, દેવો તે તમને તમે પણ વૃક્ષો પણ કેવાં તમને