________________
૩૭૩
ગુપ્ત રહસ્ય પણ બતાવી દેવા ખેંચાય છે. એ તો મેં તમને કહ્યું જ કે ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળિયા-બાળકોને મૃત્યુરૂપ અઘાસુરના મેઢામાં પડતાં ઉગારી લીધાં, પછી તેઓ તે વાલ–બાળકોને યમુના કાઠે લઈ આવ્યા અને એમને કહેવા લાગ્યાપ્યારા મિત્રો ! યમુનાજીને આ કાંઠા કે રમણીય છે, જુઓ તો ખરા ! એની રેતી પણ કેટલી બધી ચોખ્ખી અને કમળ છે! આપણને રમવા માટેની તે અહીં બધી સામગ્રી મોજૂદ છે. દેખે, એક બાજુ રંગબેરંગી કમળો ખીલ્યાં છે, કે જેમની સુગંધથી ખેંચાઈ આ ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે; તે વળી બીજી બાજુ લીલાં હરિયાળાં વૃક્ષ ઉપર સંદર-સુંદર પંખીઓ ઘણો ઘણો મીઠો કલરવ કરી રહ્યાં છે, જેમને પડઘે જાણે પાણીમાં પણ સંભળાયા કરે છે ! હવે આપણે અહીં ભજન કરી લેવું જોઈએ કેમ કે હવે દિવસ ઘણે જ ચઢી ગયેલ છે અને આપણને બધાને ભૂખ લાગી જ ચૂકી છે. વાછડાંઓની ચિન્તા ન કરે તેમને પાણી પિવડાવી ખુલા મૂકી દો. તે નજીકમાં જ લેલું લીલું માનું ઘાસ ખાયા કરવાના જ.”
બધાં જ ગોવાળિયા - બાળક બરાબર સ મત થઈ ગયાં. હા, બરાબર છે.” કહી એમણે વાછડાંઓને મજાના લીલા લીલા ઘાસ આગળ છોડી મૂક્યાં અને પોત પોતાનાં ભથાણું ખોલી ખેલી ભગવાનની સાથે ખૂબ આનંદપૂર્વક ભાતું ખાવા લાગી ગયાં. ભગવાન કૃષ્ણ એ બધા ગોવાળિયા–બાળકની વચ્ચે વચ્ચે બેસી ગયા. બધાં ગોવાળિયા–બાળકે પણ બરાબર ગોળાકાર નાની નાની મંડળીઓ બનાવી ભગવાન કૃષ્ણની ફરતાં બેસી ગયાં. બધાંનાં મેં ભગવાન તરફ હતાં અને બધાની આંખમાં પ્રસન્નતા ચમક્તી હતી. આ વનભોજન સમયે બધાં ગોવાળિયા–બાળકે એવાં તો શોભાયમાન દેખાતાં હતાં કે જાણે કમલકણિકાની ચારેકોર એની નાની-મોટી બધી પાંખડિઓ શોભી રહી હેય ! કેટલાંક બાળકોએ તો ફૂલનું જ પતરાળું બનાવ્યું, તો વળી કઈ બાળકે પાંદડાંની કુપળા પર પ.ન નું