________________
૩૭૧
કંસની પ્રેરણાથી એક મહા દૈત્ય ત્યાં આવ્યા. તે માસી પૂતના અને બકાસુરને નાનો ભાઈ અઘાસુર હતું. તે એટલો તે ભયંકર હતો કે અમૃતપાન કરી અમર થયેલા દે પણ પિતાના જીવનની રક્ષા માટે તેને કારણે ચિંતિત રહેતા અને ઈચ્છતા હતા કે કોઈ પણ પ્રકારે આ મૃત્યુ અવસર ઝટ આવી જાય. આમ, શ્રીકૃષ્ણ-સુદામા વગેરે બાળકેની આનંદમય રમતો જોઈ કે તરત તે અઘાસુરના હૃદયમાં ઈર્ષાને દાવાગ્નિ સળગી ઊઠડ્યો અને મનોમન વિચારવા લાગ્યો કે આ કાનુડે જ મારા સગા ભાઈને મારવાવાળો છે. એટલે આજ હું આ વાલબાલ સાથે એને મારી જ નાખું, જેથી તે બધાને લીધે મારાં એ ભાઈબહેનનું સાચું પણ થઈ જશે. તેને લીધે બધાં વ્રજવાસીએ પણ મરવા જેવાં થઈ જશે, કારણ કે સંતાને મરતાં માબાપ પણ મરી ગયાં હોય તેવાં આપોઆપ બની જાય છે. આમ ધારી તે અજગરનું રૂપ ધરી રસ્તામાં જ પડ્યો ! એ અજગરનું શરીર ઘણું લાંબું અને પર્વત જેવું મોટું વિશાળ હતું. તે અજગર ખરેખર અચંબો પમાડે તે હતે. એની નૈયત તે આ બધાં બાળકને ખાઈ જવાની હતી એ કારણે પિતાનું ગુફા જેવડું મોટું મેટું ફાડીને રાખ્યું હતું. જાણે એ અજગરને એક હઠ આસમાનને અડતો હેય, એવો ભયંકર તે હતો ! એને જોઈ ગોવાળિયા બાળકે હસી. મજાક કરવા લાગ્યાં, પણ ભગવાન કૃષ્ણ ને એ જ સમયે મેઢામાં પેસી ગયા ! દેવતાઓમાં હાહાકાર મચી ગયો અને કંસ વગેરે અનુરો તે રાજી રાજી થઈ ગયા. પણ તરત કનૈયાએ પિતાનું શરીર એવું મેટું બનાવી દીધું કે પિલે અઘાસુર શ્વાસેય ન લઈ શક્યો,
ત્યાં ને ત્યાં જ મરી ગયો અને તરત જ એમાંથી પ્રકાશ નીકળી કનૈયામાં સમાઈ ગયો. દેવે રાજી રાજી થઈ ગયા અને ફૂલે વરસાવ્યાં,