________________
૩૭૦
છે. તો કોઈ વળી કેયલના સ્વરમાં સ્વર મેળવી ‘કુદ્ર કુહૂ’ કરે છે; તો બીજી બાજુ કેટલાક બાળગાવાળિયા આકાશમાં ઊડતાં પંખીઓની છાયાની સાથે દેડવા માંડે છે, તે વળી ત્રીજી બાજુ હંસની સાથે હંસની ચાલની નકલ કરી સુંદર ગતિ કરવા લાગે છે. કેઈ બગલાની માફક એમની જ પેઠે આંખ બંધ કરીને બેસી રહે છે, તે વળી કેટલાંક બાળકે મોરનું નૃત્ય જોઈ પિતે પણ નાચવા માંડે છે. કોઈ બાળક વળી વાંદરાના બચ્ચાને જોઈ તેને પકડીને ખેંચવા માંડે છે. તો કોઈ વળી વાંદરાઓને જઈ એક ઝાડથી બીજા ઝાડ ઉપર ચડવા માંડે છે. કેઈ બાળક વાનરબાળ પ્રત્યે “વાંદરા વાંદરા ટૂક...” કરે છે, તે કોઈ વળી વાંદરાની જેમ એક ડાળેથી બીજી ડાળ પર છલાંગ મારે છે. ઘણાં ગોવાળિયા બાળકે તે નદીને કાંઠે ખેયા-કુદ્યા કરે છે, તો વળી કેટલાંક બાળકે દેડકાની માફક પિતે પણ ‘ડ્રાઉં ડ્રાઉં” બોલવા લાગે છે. કોઈ વળી પાણીમાં પિતાને પડછાયો જોઈને એના પર હસે છે, તે વળી કઈ પિતાના શબ્દ (પડધાઓ)ને જ સારા-માઠા કહે છે. પરીક્ષિતજી! ભગવાન શ્રીકૃષ્ણ પિતે જ સંતોને માટે સ્વયં મૂર્તિમાન બ્રહ્માનંદના સાક્ષાત્કાર રૂપ છે. ચાકરભાવથી યુક્ત એવા ભકતિને માટે તેઓ ખુદ આરાધ્ય દેવરૂપ છે, પરમૈશ્વર્ય શાળી ખુદ પરમેશ્વર જ છે, પરંતુ માયા હિત વિષયાંધાને માટે તે તેઓ એક નાનાશા માનવીય બાળકરૂપ જ છે! એ જ ભગવાન સાથે આજે ગોવાળિયા બાળકો રમી રહ્યાં છે. પરીક્ષિત ! બીજુ તે શું કહું, શ્રમથી ઇંદ્ધિને વશ જેમણે કરી છે, જેમણે બહુ તપ, યોગ, ધ્યાન વગેરે કર્યા છે, એમને પણ ભગવાનની ચરણરજ દુર્લભ છે. તે જ ખુદ ભગવાન નિર્દોષ ગ્વાલબાલ સાથે રમતો કરે છે. એવાં એ ગોવાળિયાનાં બાળકના સૌભાગ્યનું તે કહેવું જ શું ?
આ બધાં બાળકે રમતથી આનંદ લૂંટી રહ્યાં છે. તેવામાં