________________
૩૬૯
એમની તરફ નીરખી રહ્યાં ! વાતે ઘેરઘેર અને ઠેરઠેર એવી ચાલી આને કષ્ટ આપવા જનારાં સૌ પોતે જ પોતાની મેળે કષ્ટ પામે છે. આ તે નવલું આશ્ચર્ય! ગર્ગાચાર્યજી કહેતા હતા એમ જ બધી બાબતે બને છે.” વૃદાવનવાસી ગવાળિયાઓ આ બધું જોઈ પોતે આનંદમગ્ન બનતા અને બીજાને બનાવતા. કારણ કે ભગવાનની આ ભવ્ય અને રંગીલી બાળલીલાઓ સૌને આનંદદાયક હતી જ. આ રીને ભગવાનનું બચપન વીત્યે જતું હતું.
અઘાસુર–વધ
અનુષ્ણુપ રીઝે દેવ તથા ખર્ચે, ખીજે દૈત્યે પરાયી; ત્યારે જાણે પ્રભુ જમ્યા અવતાર ધરી હરિ. ૧ વ્યકિત સમાજ બનેય, વિકસે જ્યાં વ્યવસ્થિત મર્ય સમાજ માંહે ત્યાં, માને પ્રભુ થયા સ્થિત. ૨
બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું: પરીક્ષિતએક દિવસ પોતાના બાળસાથીઓને જગાડી વહેલી સવારે નંદનંદન શ્યામસુંદર શ્રીકૃષ્ણજી સેંકડો વાછડા ઓ સાથે વ્રજમંડળથી બહાર નીકળી પડયા, સ્થાનસ્થાન પર બાચિત ખેલ ખેલ ખેલતાં સૌ બાળકે ચાલ્યા જાય છે. વનની ભા નીરખવા જયારે શ્રીકૃષ્ણ જ૨ી આગળ થઇ જાય છે, તા “હું અડીશ! પેલે હું એમને અડીશ ! !' એ રીત અપસમાં સ્પર્ધાની દેટ લગાવી ભગવાન શ્રીકૃષ્ણને સ્પ–સ્પશી વાલ બાલ સૌ આનંદમગ્ન થઈ જતાં હતાં. કોઈ બંસી બજાવે છે, તે કોઈ રણશીંગું ફૂકે છે. કોઈ બાળક વળી ભમરાઓ સાથે ગણગણાટ કરે
પ્રા, ૨૪