________________
३६८
લઈને વાછડાંઓને ચરાવતા ચરાવતા એક વનમાંથી બીજા વનમાં ઘૂમ્યા કરે છે. એવામાં એક દિવસની વાત છે, બધાંય ગોવાળ બાળકે પિતાનાં ઝુંડના ઝુંડ એવાં વાછડાંઓને પાણી પિવડાવવા એક સરોવરના કિનારા પર લઈ ગયાં. પ્રથમ વાછડાંઓને પાણી પિવડાવ્યું અને પછી પોતે પીધું. ત્યાં એક એવું પક્ષી જોયું કે, જાણે ઈંદ્રવજીથી ટૂટેલે કઈ પહાડનો ટુકડે પડ્યો હોય તેથી ગોવાળિયા બાળકે ડરી ગયાં. ખરેખર તો તે “બક' નામને અસુર હતું. તે સ્વયં ઘણે બળુકે હતો. એણે ઝપટ મારીને કૃષ્ણને ગળવા માંડ્યા. આ ભયંકર દૃશ્ય જોઈને બલરામજી અને ગ્વાલબાલે બધાં અચેત જેવાં બની ગયાં. હે પરીક્ષિત ! પણ શ્રીકૃષ્ણ ભગવાન તો કપિતામહ બ્રહ્માના પણ પિતારૂપ છે. તેઓ તે ખાસ લીલાથે જ જગતમાં આવ્યા છે. જેવા તેઓ પિતે તાળવા લગી પહોંચ્યા કે તરત આગની માફક એ અસુરનું તાળવું બળવા લાગી ગયું! એ દૈત્ય શ્રીકૃષ્ણને કશી ઈજા પહોંચાડ્યા વિના ઝટપટ ગળવા ગયેલે, પણ તેણે ગળ્યા. વિના જ કૃષ્ણને વમી નાખ્યા અને પછી ક્રોધથી પિતાની કઠોર ચાંચથી એ બાળકૃષ્ણ પર તૂટી પડ્યો. પણ કૃષે તરત પોતે ઝડપ મારી આ કમિત્ર-દૈત્યની ચાંચના બેય ભાગ પકડી લીધા અને જોતજોતામાં તો એવી રીતે તેને ચીરી નાખે કે જાણે ચીયાના પાનને ચીરી નાખે ! આ જોઈ દેવતાઓને બહુ આનંદ થયે. તેઓએ બાલકૃષ્ણ પર નંદનવનનાં ફૂલ વરસાવ્યાં, શંખ-નગારાને નિનાદ કર્યો અને શ્રીકૃષ્ણને પ્રસન્ન કરનારાં સ્તોત્રો પણ બોલવા માંડ્યાં ! ' જેઈ બલરામ અને ગોવાળિયા બાળકે ખુશખુશાલ થઈ ગયાં. રસી કૃષ્ણ પર હેત કર્યું અને વૃંદાવનમાં પાછાં ઘેર આવી આ અદ્ભુત બનાવને બધાની સામે કહી બતાવ્યો. આ બકાસુર વધની વાત. નાનાંમોટાં સો વૃંદાવનવાસી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયાં ! તે આતુરતાથી (જાશે કૃષ્ણ ફરી સજીવન થઈ આવી ગયા હોય તેમ,