________________
३६६
સેવવા યોગ્ય પણ છે જતમને બધાને જે મારી આ વાત જયતી હોય તે આજે જ અહીંથી આપણે ક્યાં કરા જઈએ; વખત ન લગાડીએ. પરંતુ સૌથી પ્રથમ આપણું સંપત્તિરૂ૫ ગાય જ છે. ગાડાંઓ અને છકડાઓ જોડીએ અને સૌથી પહેલાં તે એમને જ મોકલી દઈએ. ઉનંદની વૃંદાવનવાળી વાતને સૌએ એક મતે “એ બહુ ઠીક છે ” એમ કહી સ્વીકાર કર્યો અને તરત ને તરત તૈયારી કરી લીધી !
વૃંદાવન પ્રત્યે પ્રયાણ
અનુષ્ટ્રપ આત્માની દિવ્ય શક્તિથી, હારે સૌ તત્વ આસુરી ભલે હે બળુકાં તોયે, અંતે છે હાર તેમની. ૧ વાયુમંડળ નિસર્ગ, ગાયનાં ઝુંડ જ્યાં વળી; વિશુદ્ધ મન લોકેનાં, ધન્ય વૃંદાવન ભૂમિ: ૨
શુકદેવજી કહે છેઃ “પરીક્ષિત ! ઉપનંદની વાતો સાથે સીએ સંમત થઈને વૃંદાવન પ્રત્યે પ્રયાણ આદર્યું હતું. બાળકો વૃદ્ધો અને ગોપીઓ સજધજ બની ગીત ગાતી એકા પર બેઠી હતી. તેમાં યશોદાજી અને રેહિજી પણ પોતાના બાળકે શ્યામ-રામની તોતલી બોલી સાંભળતી હાંસથી એકામાં બેસી જતાં હતાં. ગોવાળિયાએ વાજિંત્રો વગાડતા વગાડતા અને ધનુષ્યબાણ સાથે પુરેહિતિ સહિત સૌનું રક્ષણ કરતા કરતા ચાલતા હતા. વૃંદાવન ખરેખર સુંદર અને હર્યું ભર્યું વન છે. અત્યંત મનોહર એ ગોવર્ધન પર્વત ત્યાં છે. યમુના જેવી મધુર નદી વહે છે. યમુનાના નાના નાના પુલે