________________
૩૬૫
હતું. સાથે સાથે એ બુઝુર્ગ એમ પણ ઈચ્છતા હતા કે, રામ અને શ્યામ બનેય સુખી રહે, એ બન્ને બાળકે પર કઈ વિપત્તિ ન આવવા પામે. તેઓ બોલીઃ “મારા ભાઈઓ ! હવે બૃહદ્રવનમાં ઉત્પાત થવા લાગ્યા છે તે બાળક માટે તો ઘણું અનિષ્ટકારી છે. એટલે આપણે જે ગોકુળવાસીઓનું ભલું ચાહતા હોઈએ તે હવે આપણે અહીંથી આપણું ડેરા-ડંડા ઉઠાવી કૂચ કરી દેવી જોઈએ. જુઓ, આ સામે બેઠેલે નંદરાયને લાડીલે સૌથી પહેલાં તો કાલ સ્વરૂપિણું અને હત્યારી પૂતના રાક્ષસીની ચુંગાલથી માંડ બચ્યો, અને ભગવાનની બીજી વાર કૃપા થઈ કે એ કનૈયા ઉપર આટલે મોટો છકડે પડતાં પડતાં માંડ ઊગરી ગયે ! અને એ પછી ઘણીયે વિપદાઓ આવી. પેલે વટાળ રૂપધારી દૈત્ય તો આ વહાલા કિસનિયાને આકાશમાં જ સીધે ઉઠાવીને લઈ ગયેલો, અને ત્યાંથી જયારે એ પહાડ પર પડયો ત્યારે તે આપણા કુલદેવતાઓએ જ આ બાળકની રક્ષા કરેલી. યમલાર્જુન વૃક્ષો પડયાં ત્યારે પણ એ બે ઝાડની વચ્ચે આ કને કે બીજું કઈપણ બાળક આવા ન ગયું એ આપણું સીનાં સદ્ભાગ્ય જ માનવાં જોઈએ.
“આ બધામાંથી ભગવાને જ આ બંને બાળકોની અને આપણી સૌની રક્ષા કરી છે. તેથી હવે જ્યાં લગી મોટું અનિષ્ટકારી અરિષ્ટ આપણને અને આપણું આ વ્રજને નષ્ટ ન કરી નાખે ત્યાં લગીમાં આપણે લેકે આપણાં બાળકો અને અનુચરોને લઈને અહીંથી કાઈ બીજે સ્થળે ઝટ ઝટ ચાલી જ નીકળીએ. જુઓ, અહીંથી થડે જ દૂર વૃંદાવન નામનું વન છે, એમાં વળી નાનાં નાનાં અને ઘણાં નવાં નવાં હર્યાભર્યા વૃક્ષો છે. ત્યાં ઘણે પવિત્ર પર્વત, ઘાસ અને લીલવણીભરી લતાઓ અને વનસ્પતિઓ પણ છે. આપણ! પશુઓ માટે તો તે ઘણું જ ઉપકારક છે. ગોવાળિયા અને ગેવાલો તથા ગાય માટે તે કેવળ સગવડરૂપ જ નથી, બલકે ખૂબ ખૂબ