________________
३६४
ઘરેણું પહેરે, જમીને પછી પાછા રમવા આવજે.' એમની સાથે રમતાં બાળકોને પણ ઘેર જવા સમજાવતાં. માતા યશોદાજી તો ભગવાન કૃષ્ણના પ્રેમથી સંપૂર્ણપણે પ્રાણુ અને મનથી બંધાયાં હતાં. બાળકે સમજીને માતા એક હાથથી બલરામ અને એક હાથથી શ્રીકૃષ્ણને પકડીને ઘેર ખેંચી લાવતાં અને બંનેના મંગલ માટે જે કાંઈ કરવું ઘટે તે બધું જ કરી છૂટતાં...”
વૃંદાવનની પસંદગી
વશરથ
ગજા પ્રમાણે પરખાય મર્યથી, અમર્યનાં આચરણે અનોખડાં; સેટીઓમાં વધુ ધય ધારવા, ભાગે રહે સુસ્થિર બુદ્ધિ એમની. ૧
અનુષ્યપ તોયે શ્રદ્ધા અને પ્રેમ, ઊણપ સવ એમની પૂરી, નિસર્ગ આપે છે સફળતા પૂરેપૂરી. ૨
બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “પરીક્ષિતજી ! નંદબાબા વગેરે બુઝુર્ગોએ જ્યારે જોઈ લીધું કે બૃહદ્ વનમાં તે મોટા મેટા ઉપાત થવા લાગ્યા છે, ત્યારે એ બધાઓએ એકઠા થઈને હવે વ્રજવાસીઓએ શું કરવું ઘટ, એ વિષય પર વિચાર કર્યો. એ બઝ પૈકી એક ઉપનંદ નામના ગોવાળિયા હતા. તે ઉમરમાં તે મોટા હતા જ, સાથોસાથ અનુભવ, જ્ઞાન અને સૂઝમાં પણ બુઝુર્ગ હતા. એમને કયે સમયે, કયાં, અને શું કરવું જોઈએ, એ બધે જ ખ્યાલ