________________
૩૬૧ ગણના થઈ ગઈ રુદ્ર ભગવાનના અનુચરોમાં ! આ કારણે એમને ધમંડ વધી ગયો. અને તમે સહેજે સમજી શકશે કે ઘમંડીજન તો ધર્મનું ઉલ્લંઘન કરે જ છે. એ જ કારણ છે કે તે બન્ને જણ મંદાકિનીના તટ ઉપર કલાસના રમણુય ઉપવનમાં મદોન્મત્ત થઈને વિહરી રહ્યા હતા. એક દિવસ તે વારુણી (મદિરા) પીને બેઠેલા. નશાને કારણે એ બનેની આંખે ચોમેર ઘૂમી રહી હતી. ઘણું બધી સ્ત્રીઓ એમની સાથે ગાઈ–બજાવી રહી હતી અને તેઓ બને ફૂલોથી લચી પડેલા વનમાં તે સ્ત્રીઓની સાથે વિહરી રહ્યા હતા. એ સમયે ગંગાજીમાં ભાતભાતનાં કમલ ખીલેલાં હતાં. તે બને પેલી સ્ત્રીઓ સાથે એ રીતે ત્યાં ઘૂસી ગયા કે જાણે હાથીઓનું ટોળું હાથણુઓની સાથે જલક્રીડા કરી રહ્યું હોય ! તેમ જ તે બને પેલી યુવતીઓ સાથે જુદી જુદી જાતની કડા કરવા લાગી ગયા. પરીક્ષિત રાજન ! સંયોગવશ પરમ સમથ દેવર્ષિ નારદજી ત્યાંથી નીકળ્યા. તેમણે આ વક્ષ–યુવકને જોઈને સમજી લીધું કે આ તો બને અત્યારે મદમસ્ત બનેલા છે. અચાનક દેવર્ષિ નારદને દેખીને વસ્ત્રહીન અસરાએ તે શરમાઈ ગઈ અને ઝટઝટ એમણે તે પિતતાનાં કપડાં પહેરી લીધાં, પરંતુ આ યક્ષોએ કપડાં ન પહેર્યાજ્યારે દેવર્ષિ નારદજીએ જોયું કે આ દેવતાઓના પુત્ર થઈને પણ સ્ત્રી-મદથી આંધળા અને મદિરાપાનથી ઉન્મત્ત થઈ ગયા છે, ત્યારે એમણે એ બન્ને ઉપર અનુગ્રહ કરવા માટે નીચે મુજબ શાપ આપી દીધા
આમ તે બધા મદ ખરાબ જ છે પણ તેમાં ય નારી વિષયક લંપટપણને મદ અને સંપત્તિ અશ્વર્યાદિને મદ ખૂબ જ ખરાબ છે એમ મનમાં લાવી તેમણે શાપ એ પ્રકારને આપે કે જાઓ ! તમે બને અત્યારે નાગા છે, તે નાગા વૃક્ષરૂપ બની જાઓ, અલબત્ત, તમને વૃક્ષ થવા છતાં મૂળ ભાન તો રહેશે જ અને ભગવાન કૃષ્ણને ભેટ થતાં જ પાછા તમે તમારી મનુષ્ય તરીકેની મૂળ સ્થિતિમાં આવી જશે.' એ રીતે બાલકૃષ્ણ ઊખલ