________________
૩૬૨
(ખાંડણિયો) અને દેરી બને સાથે ઘસડાતા ઘસડાતા એ બે વૃક્ષ હતાં ત્યાં પહોંચ્યા અને એ બન્ને વૃક્ષોને જોતજોતામાં એવો સ્પર્શ કર્યો કે તેમાંથી તરત આ નલકુબર અને મણિગ્રીવ અસલ સ્વરૂપે આવી ભગવાનને નમી પડયા અને સ્તુતિ કરવા લાગી ગયા. ભગવાને કહ્યું: “જુઓ, મારા પરમ ભક્ત દેવર્ષિ નારદજીએ તમારા મદને દૂર કરવા આટલું તમને ઉઠાવ્યું છે. હવે તમે કદી અહંકારી નહીં બની શકે અને તમને મુક્તિનું પરમ સુખ પ્રાપ્ત થશે. તેઓ આ બાલભગવાનની પરિક્રમા કરી પોતાના મૂળ સ્થાન પર જવા ઉત્તર દિશા ભણે ચાલી નીકળ્યા.”
કૃષ્ણની બાળલીલા ભક્તાધીન છું સૌ રીતે, એવું શ્રીકૃષ્ણ દાખવે; બીજી બાજુ બતાવે છે, સૌને વિશ્વેશ હું જ તે. ૧ ભલું બૂરું સદા જોવું, ન પાવું કદી ફળે; એવું જીવી દીએ બોધ, માટે વિશ્વેશ છે ખરે. ૨
બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજી બેલ્યાઃ “પરીક્ષિતજી ! બને વૃક્ષોના એકાએક પડવાથી જે મહાભયંકર અવાજ થયે, તેથી નંદરાજ સહિત ગોવાળિયાઓને શંકા પડી કે કદાચ વીજળી પડી હશે ! બધા જ એકાએક વૃક્ષની પાસે ગભરાયેલા સ્વરૂપે આવી પહોંરયા. કારણ તો સ્પષ્ટ જ હતું. પેલે, ખાંડણિયાને ખેંચી રહેલે, રસ્સીથી બંધાયેલે એ કને સામે જ હતો. વળી બાજુમાં રમી રહેલાં બાળકોએ પણ કહ્યું : “બાળકનૈયાની જ આ કરામત છે. વચ્ચેથી ઊખલથી બંધાયેલો તે હતો તે કારણે જ આ બે વૃક્ષ પડ્યાં. તેમાંથી બે જુવાન માણસે નીકળ્યા. પરંતુ તેમનું માને કેશુ? નંદબાબાએ