________________
૩૬ ૦
પડતી ગઈ. આ જોઈ ગોપીઓ હસવા લાગી. માતાને થાકેલાં જોઈ સ્વયં શ્રીકૃષ્ણ બંધાઈ ગયા. પ્રભુની અહેતુકી કૃપા તે આનું જ નામ.”
કુબેરપુત્રોની શાપમુક્તિ અશ્વર્ય સંપદા સંગી નૃનારી વાસના વડે; પડે ત્યાં નર નિર્લજ, બચે સ્ત્રી માત્ર હા ગુણે. ૧ આત્મભાન થકી યુક્ત, યશેઢા-નંદનંદન, કરે વાત્સલ્યનું પાન, વજે કૃષ્ણ સનાતન. ૨
બ્રહ્મચારી શુકદેવજી બાવા : “પરીક્ષિત ! આ રીતે ઊખલ (ખાંડણિયા) સાથે બંધાઈ ગયેલા ભગવાન કૃષ્ણને એમ છેડી દઈ નંદારાણુ યશોદાજી તે ઘરના કામધંધાઓમાં ગૂંથાઈ ગયાં. તે સમયે ભગવાન શ્યામસુંદરે નજીકનાં બે અજુન વૃક્ષોને મુક્તિ આપવાનું વિચારી લીધું. એ બે ઝાડ પૂર્વ જન્મમાં યક્ષરાજ કુબેરના પુત્રો હતા. એમનાં નામ હતાં નલકુબર અને મણિગ્રીવ. એમની પાસે ધન, સૌંદર્ય અને આશ્ચર્યની પૂર્ણતા હતી. આ બધું હોય ત્યાં ઘમંડ આવ્યા વિના કેમ રહે ? એ ઘમંડ આ બનેમાં આવી ગયા અને એ બનેને ઘમંડ જોઈને જ દેવર્ષિ નારદે એમને શાપ આપી દીધો. એ બને નારદજીના શાપને લીધે વૃક્ષ બની ગયા. ત્યારે રાજા પરીક્ષિતે પૂછ્યું: “ભગવાન ! કૃપયા આપ એ દર્શાવે કે દેવર્ષિજીએ એ બન્નેને શાપ શા માટે આપે ? એ બને એવું કહ્યું નિંદ્ય કામ કર્યું કે જેથી પરમ શાંત એવા નારદ ઋષિજીને આ ક્રોધ આવી ગયો ?' - બ્રહ્મપ્રેમી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિતજી! એક તો આ બને બાળકે ધનપતિ કુબેરના લાડીલા બાળક હતા અને એમની