________________
કૃષ્ણમુખમાં વિશ્વદર્શન નિર્માયે નિત્ય આત્મા જે, માયામય કદી બને; દેખાડે રંગ માયાને, કેક વાર તેમાં સગાંને ૧ રંગાયેલાં સગાં કિન્તુ, માયાથી શીઘ્ર ભૂલતા, શીઘ્ર આત્મત્વ મર્યો, સંસારે આ વિચિત્રતા. ૨
બ્રહ્મનિષ્ઠ શુકદેવજી કહે છેઃ “રાજન પરીક્ષિતજી ! એક દિવસ ગેવાળપુત્રે શ્રીકૃષ્ણ સાથે રમતા હતા. ત્યાં તે બાળકેએ માતા યશોદા પાસે આવીને ફરિયાદ કરીઃ “માતાજી ! કનૈયાએ માટી ખાધી છે !' યશદારાણી ડર્યા. કારણ કે માટી ખાવાથી કાનુડાને રોગ થશે. માતાજીએ કનૈયાને હાથ પકડી લીધો. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણની હાલત વિચિત્ર હતી. એમની આંખે ભયને લીધે નાચી રહેલી. માતાજીએ ઠપકો આપતાં કહ્યું : “કેમ રે, નટખટ ! તું બહુ ધૃષ્ટ થઈ ગયો છે, ખરું ને? તે છુપાઈને માટી કેમ ખાધી ? જો આ તારા મિત્રે શું કહી રહ્યા છે ? કેવળ આ બીજાં બાળકે જ નહીં. ખુદ તારો મોટા ભાઈ બલદેવ પણ આ બાળકોની વાતમાં સાખ પૂરી રહેલ છે ! પણ ભગવાન કૃષ્ણ કહ્યું : “મા ! મેં માટી ખાધી જ નથી. બધા ખાલી એમ કહી રહ્યા છે. જે ને, તું એમની જ વાત પર મદાર બાંધતી હો તે મારુ મેટું તારી સામે જ છે. તું તારી પિતાની આંખેથી જ જોઈ લે !' યશોદાજીએ કહ્યું : 'હા, સારી વાત છે. જે એમ જ છે તે તારું મો ખેલ.” માતાના કહેવાથી કનૈવાએ પિતાનું મોટું ખોલી નાખ્યું. પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણનું અિધુર્ય અનંત જ છે ! તેઓ તે કેવળ લીલાને સારુ મનુષ્ય બાળક થયા છે. યશોદાજીએ જોયું કે, એમના મુખમાં તે ચરાચર આખું જગત વિદ્યમાન છે ! આકાશ, દિશાઓ, પહાડ, દ્વીપ અને સમુદ્રો