________________
૩પ૬
સહિત આખી પૃથ્વી, વહેવાવાળા વાયુ, વીજળી, અગ્નિ, ચંદ્રમાં અને તારાઓની સાથે સંપૂર્ણ જ્યોતિમંડળ-એમ બધું જ એ શ્રીકૃષ્ણના મુખમાં દેખાઈ રહ્યું ! પરીક્ષિત ! કયાં લગી કહું આ નાનાશ. કૃષ્ણમુખમાં જીવ, કાલ, સ્વભાવ, કર્મ, કર્મવાસના અને શરીર વગેરે દ્વારા વિભિન્ન રૂપમાં દેખાવાવાળું આ બધું માતા યશોદાએ પ્રત્યક્ષ જોયું અને તે ખરેખર શંકામાં પડી ગયાં અને વિચારવા લાગી ગયા કે આ કોઈ સ્વપ્ન છે કે ભગવાનની માયા ? મારી બુદ્ધિમાં તે ભ્રમણ નથી થઈ ને ? સંભવ છે, આ મારા બાળકમાં કઈ જન્મજાત સિદ્ધિ હાય આમ વિચારતાં વિચારતાં યશોદાજીની સમજમાં વાત આવી ગઈ અને તેણીએ કહ્યું: “આ આખું કે જગત જેઓનું આશ્રિત છે, વળી જે ચિત્ત, મન, કર્મ અને વાણ દ્વારા ઠીકઠીક અને સરળતાથી તે અનુમાનનો વિષય પણ નથી બની શકતા, જે અખિલ વિશ્વના પ્રેરક છે અને જેમની હસ્તીને લીધે આ બધાંની પ્રતીતિ થાય છે, જેનું સ્વરૂપ તે સર્વથા અચિન્ય જ છે એ પ્રભુને હું (યશોદા) પ્રણામ કરું છું. આ હું છું, આ મારા પતિ છે તથા આ મારું સંતાન છે. સાથે જ હું આ બજરાજની સમસ્ત સંપત્તિઓની સ્વામિની અને ધર્મપત્ની છું. આ
પીઓ, ગે છે અને વાળ મારે આધીન છે. જેમની માયાથી મને આ પ્રકારની કુમતિ ઘેરી રહી છે તે આ ભગવાન મારા એકમાત્ર અને અજોડ આશ્રયરૂપ છે. હું એમને જ શરણે છું.” ભગવાન શ્રીકૃષ્ણ જેયું કે, આ મારી મા તે મારું અસલી તત્ત્વ જ જણ ગઈ ! હવે હું એમનું વાત્સલ્ય-સ્નેહ–પીયૂષ શી રીતે પામી શકીશ ? બસ, તે જ વખતે એમણે પિતાની યોગમાયા કે જે એમની પિતાને શક્તિ છે તેને, પુત્રસ્નેહી પીયૂષના રૂપમાં યશોદાજીના હૃદયમાં જાગૃકરી દીધી, એટલે યશોદાજી તરત જોયેલી આ આખી અદ્દભુત ઘટના સાવ ભૂલી જ ગયાં અને પિતાના આ લાડકી દીકરીને ગોદમ ઉઠાવી લીધો ! એમનામાં પહેલાં હતો એવો જ માતૃપ્રેમને સમુદ્ર