________________
૩૫૪
આટલું કર્યા છતાં કામ ન સરે તે નીચેથી જ એ શીકાં પર રહેલાં વાસણોને જ છીંડાં પાડી દે છે. આ નટખટને પૂરેપૂરી ખબર જ હોય છે કે કયા શીઠાં પરના કયા વાસણમાં શું રાખ્યું છે ? અને એવા ઢંગથી એ છીંડું કરવું જાણે છે કે કોઈને ખબર પણ ભાગ્યે જ પડે! જે અમે અમારી વસ્તુઓને ઘણું અંધારામાં છુપાવી દઈએ છીએ તે, હે નંદરાણું ! તમે આને ઘણું હીરામોતી પહેરાવ્યાં છે તેના પ્રકાશથી એ આપમેળે બધું જ જોઈ લે છે. પરંતુ જે જે હે, આ અમારી વાત પરથી ૨ખે તમે એનાં ઘરેણું ઉતારી લેતાં ! આના શરીરમાં જ લાગે છે કે કોઈક એ પ્રકાશ છે કે જેના અજવાળે એ બધું તરત જઈ શકે છે! તે એટલે તે ચાલાક છે કે કેણુ કયાં રહે છે, એની ખબર રાખે છે અને જ્યારે અમે ઘરના કામ-ધંધામાં પરોવાઈ ગયાં હોઈએ ત્યારે એ પોતાનું કામ પતાવી લે છે. યશોદાજી ! તમે તો ભલાં ભેળાં છે એટલે તમને આનાં કરતૂકની ખબર જ નથી હોતી. આ બાળક એટલી તે ધૃષ્ટતા કરે છે કે એ અમારાં લીંયાં-ગૂપ્યાં ઘર પણ ગંદાં બનાવી મૂકે છે. જરા દેખો એની તરફ. એ તે જુદી જુદી જાતની ચાલાકી મારફત ચેરીના અનેક પ્રકારે શેાધી કાઢે છે, પણ અહીં તમારી સામે તો જાણે પથ્થરની મૂર્તિ કાં ન હોય ને કાંઈ જ ન જાણતો હોય તેમ ઊભો રહ્યો છે! વાહ રે ભેળાભલા સાધુપુરુષ !' આમ ગોપીઓ એક તરફ યશોદાજીને કહેતી જાય છે અને બીજી તરફ ભયચક્તિ આખેવાળા ભગવાનના મુખકમળ તરફ વારંવાર જોતી જાય છે. રોપીઓની આ દશા જોઈ નંદરાણી યશોદાજી ગોપીઓને મનેભાવ પારખી લે છે અને આ બધું સાંભળી તેમના હૈયામાં સ્નેહ અને આનંદની ભરતી આવી જાય છે. પિતાના લાડીલા કનૈયાને ઠપકો પણ નથી આપી શકતાં તો ડાંટવાની કે ફટકારવાની તે વાત જ ક્યાંથી હોય ?”