________________
૩૫૧
આ પ્રમાણે નંદરાજાને સમજાવી–આદેશ દઈને ગર્ગાચાર્ય પોતાના આશ્રમમાં ફરી સિધાવી ગયા. એમની વાત સાંભળીને નંદબાબાને ઘણે જ આનંદ થયે. તેઓ એમ સમજ્યા કે મારી બધી આશાલાલસાઓ પૂરી થઈ ગઈ. હું ખરેખર હવે કૃતકૃત્ય થઈ ચૂક્યો. પરીક્ષિતજી ! થોડા જ દિવસમાં રામ અને શ્યામ બેને ગોઠણે અને હાથના બળથી વાંકા વળી ચાલીને ગેકુળમાં રમવા લાગ્યા. બન્ને ભાઈએ પિતાના નાના નાના પાને ગોકુળમાંના કીચડમાં ઘસડતા ઘસડતા ચાલતા ત્યારે એમના પગમાં ઝાંઝર અને કેડના ઘૂઘરા ઝણઝણ વાગવા લાગતા, તે અવાજ ખૂબ સારા જણતા. તે બે બાળકે પિતે પણ એ અવાજ સુણીને ખીલી ઊઠતા. કોઈ કોઈ વખતે રસ્તે ચાલતી કોઈ અજાણી વ્યક્તિની પાછળ ચાલવા લાગતા, પણ જ્યારે જાણતા કે આ તો કોઈ બીજા છે, ત્યારે એકદમ રોકાઈ જઈ પિતાની માતા રહિણી અને યશોદાજી પાસે દેડી આવતા. આ બધું જોઈને માતાએ તો ખુશખુશ થઈ જતી. નેહવ્વાત્સલ્ય વધવાને કારણે તેમની દૂધની ધાર વહેવા લાગતી. જ્યારે એમનાં આ બાળક કીચડથી રંગાયેલાં અંગ સાથે પાછી ફરતાં ત્યારે એ બાળકોની શાભા એર વધી જતી. તે બનેને એમ જ ગોદમાં લઈ માતા સ્તનપાન કરાવતી. બાળકે પણ તેમને જોઈ રહેતાં અને તેઓ પણ જોતી. જ્યારે બને બાળકે ઘર બહાર વ્રજમાં આ લીલા કરતાં ત્યારે તે જાણે ગોપીઓ આ લીલાઓ જોવામાં જ પડી જતી. કેઈક વાર બેઠેલા વાછડાનું પૂછડું પકડતા અને વાછડાને ઘસડતા દડવા લાગતા ત્યારે તે પિતાને કામ મૂકી એ બધી ગોપીઓ બાળચેષ્ટા જોઈ, હસી-હસીને ઊંધી જ પડી જતી ?”