________________
કનૈયે વ્રજ-લાડકો
કષ્ટ આપે છતાં લીલા ભગવદ્દભાવથી ભરી; પેખી રાજી થતાં સૌએ શ્રીકૃષ્ણ–બલરામની. ૧ પ્રાણીમાત્રે રહ્યો જાણે શરીરી તેય ન ચૂક્યો; જમે સૌને જમાડી એ, કનૈયે વ્રજ–લાડક. ૨
શુકદેવજી બેલ્યા : “પરીક્ષિત ! કૃષ્ણ અને બલરામ એ બન્નેય ખરેખર ઈશ્વર અને ઈશ્વરના મહાઅંરારૂપ હતા તેથી ખૂબ બાળલીલા કરતા અને સૌને વ્રજમાં આનંદ-આનંદથી મગ્ન કરી દેતા. ઘડીકમાં જેમ પૂંછડું ઝાલી વાછડાને દેડાવે, તેમ ઘડીકમાં પંખાને પકડવા દેડે અને ઊડી જાય તે છાવા દેખી તેને પણ ગોઠણના બળે પકડવા દોડે. કાંટા અને દાભડાની તે જાણે એ બન્નેને બીક જ નહતી. અને બાળકો ખૂબ ચંચળ અને રમતિયાળ જણાય છે. માતાઓ ઠપકો આપે પણ ગાંઠે કોણ? હા, સારું રમકડું આપે તો તરત માની જાય અને રાજી રાજી થઈ જાય ! આવી સ્થિતિમાં માતાએ ઘરનું કામ પણ સમયસર કરવા ન પામતી અને બાળકને સાચવવા–સંભાળવામાં જ આખો દહાડો વીતી જતો. એમનું મન મોટેભાગે આ બાળકોને ખવડાવવા–પિવડાવવામાં જ અને એમને ભયકારક ચીજોથી બચાવવામાં જ ચોટેલું રહેતું. પરીક્ષિત ! આમ ગોકુલમાં સમયને તો પતો જ ન લાગત થોડા જ દિવસોમાં હવે ગોઠણને બદલે પિતાના પગ ઉપર જ ચાલવા એ બાળકે લાગી ગયા. પરીક્ષિત ! આ વ્રજવાસીઓનો કનૈયે સ્વયં ભગવાન છે, પરમ સુંદર અને પરમ મધુર ! હવે તે તેઓ બલરામ અને પિતાની ઉમરના ગોવાળિયા બાળસાથીઓને લઈને રમવા માટે વ્રજમાં નીકળી પડે છે અને વ્રજની ભાગ્યશાળી ગોપીઓને ન્યાલ કરવા જુદી
કારકિરમ માથાના