________________
૩૪૯
છે. હવે હું તમારા પુત્રને આ સરકાર કરું અને તે (કંસરાજ) આ બાળકને વસુદેવપુત્ર માની મારી નાખે તો અમારાથી મોટે અન્યાય જ થઈ બેસે!!” ત્યારે નંદબાબાએ કહ્યું: “ગર્ગાચાર્યજી ! આપ ચૂપચાપ આ એકાંત શાળામાં કેવળ સ્વસ્તિવાચન કરી આ બાળકને દ્વિજાતિ સમુચિત નામકરણ-સંસ્કાર માત્ર કરી આપે. બીજાંએ તે શું, પણ મારાં સગાં-સંબંધીઓ પણ આ વાત ન જણી જાય એટલી હદે આ વાત ગુપ્ત રહેશે.
બલરામ અને કૃષ્ણ
અનુટુપ ભગવદ્દભાવની સાથે, માનવીય રીતે રહ્યા, બલરામ અને કૃષ્ણ, કમે કેમ વયે વધ્યા. અનેખી બાળચેષ્ટાઓ, બંને વસોની પેખતાં; માતાઓ વ્રજવાસીઓ, સર્વે આનંદ પામતાં.
બ્રહ્મચારી શ્રી શુકદેવજી કહે છે: “અલબત્ત, ગર્ગાચાર્યજી તે આ બાળકના સંસ્કાર કરવા ઇચ્છતા જ હતા. તેથી એકાંતમાં નામકરણ–સંસ્કાર કરવા નંદબાબાએ કહ્યું કે રાજીરાજી થઈ ગયા અને એકાંતમાં એ બન્ને બાળકોને નામકરણ-સંસ્કાર કરી દીધા. ગર્ગાચાર્યે કહ્યું : “આ મેટા રહિણુને પુત્ર હોવાથી એનું નામ રૌહય, જે પોતાનાં સગાં-સંબંધી તથા મિત્રોને પોતાના ગુણો વડે અત્યંત આનંદિત કરશે. રમણમાં હેતુ હેવાને કારણે એનું બીજુ નામ “રામ” કહેવાશે. બળ પણ હોવાથી તે “બ” પણ કહેવાશે અથવા બલરામ રૂપે ઓળખાશે, ઉપરાંત તે યાદોમાં અને વ્રજવાસીઓમાં ભેદભાવ નહીં જુએ. એટલું જ નહીં, લેકમાં પણ ફૂટફાટ પડવા