________________
૩૪૮
ગયે કે તરત નંદબાબાએ ઘણું જ મીઠી વાણીમાં એમનું અભિનંદન કરી પછી કહ્યું : “ભગવન્! આપ તે સ્વયં પૂર્ણકામ છે. નથી તે આપ પાસે કઈ ચીજને અભાવ, તેમ નથી કેઈ આવશ્યકતા ! પછી હું આપની સેવા શી કરું ? આપનું તે અમારા જેવા ગૃહસ્થીને ત્યાં પધારવું એ જ પરમ કલ્યાણનું કારણ છે. અમે ગૃહસ્થીઓ તો ઘરમાં જ એટલા બધા ગૂંચવાયા છીએ અને આ પ્રપંચમાં અમારું ચિત્ત જ એટલું બધું ગરીબ થઈ ગયું છે કે આપના આશ્રમ લગી પશુ નથી આવી શકાતું. અમારા કલ્યાણ સિવાય આપના અડીને આવાગમનને બીજે કઈ જ હેતુ નથી. પ્રભુજે વાત ઇદ્રિયગમ્ય નથી અથવા ભૂત અને ભવિષ્યના ગર્ભમાં પડી છે, તે પણ જ્યોતિષશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષની જેમ આપને જણાઈ રહે છે. એ સિવાય જ્યોતિશાસ્ત્રની રચના આપે કરી છે. આપ બ્રહ્મવેત્તાઓમાં પણ શ્રેષ્ઠ છે. માટે મારાં આ બન્ને બાળકના નામકરણ-સંસકાર આપ જ કરી દે. આપ એમ જરૂર કહી શકે છે કે આ કામ તે તમારા પિતાના કુળગુરુ મારફત કરાવવુ જોઈએ. પરંતુ આપ જાણે જ છે કે બ્રાહ્મણ પિોતે જન્મથી જ માનવમાત્રને ગુરુ છે !
ત્યારે આચાર્યશ્રી પોતે બેલ્યાઃ “નંદજી ! એ વાત તે તમે જાણો જ છે કે, હું બધી જગ્યાએ યદુવંશીઓના આચાર્ય રૂપે મશહૂર છું. હવે જે હું તમારા પુત્રોના સંસ્કાર કરીશ તે લેક સમજશે કે, આ તો દેવકીજીને પુત્ર છે. કંસરાજાની નિયત બહુ જ ખરાબ છે. તે પાપનું જ ચિન્તન કર્યા કરે છે. જ્યારથી કંસરાજાએ દેવકીજીની કન્યા પાસેથી એવું સાંભળ્યું છે કે એને મારવાવાળે બીજે કઈ સ્થળે પેદા થઈ ગયો છે ત્યારથી તે એ જ ચિંતવ્યા કરે છે કે દેવકીજીના આઠમા ગર્ભથી કન્યાજન્મ તો થયે હોવો જ ન જોઈએ ! વસુદેવજી સાથે તમારી ઘનિષ્ઠ મૈત્રી