________________
૩૪૩
અત્યંત બળની ખબર જ ન હતી.
યશોદાજીએ તે માન્યું કે આ કેઈ ગ્રહ આદિને ઉત્પાત છે. એમણે પિતાના રડતા લાડીલા લાલને ગોદમાં લઈને બ્રાહ્મણે મારફત વેદમંત્રોના શાન્તિ પાઠ કરાવ્યા અને પાછાં તેઓ દૂધ પિવડાવવા લાગ્યાં. બળવાન ગોવાળિયાઓએ છકડાને ફરી સીધા કર્યો અને એના પર પહેલાંની બધી સામગ્રી રાખી દીધી. બ્રાહ્મણોએ હવન કર્યો અને દહીં, ચોખા, દર્ભ અને જળથી ભગવાનની પૂજા કરી. જેઓ કાઈના ગુણામાં દોષ નથી કાઢતા, જૂઠું નથી બેલતા, દંભ, ઈર્ષા અને હિસા નથી કરતા અને નિરાભિમાની છે, તેવા સત્યશીલ બ્રાહ્મણે ના આશીર્વાદે કદી નિષ્ફળ જતા નથી, એમ વિચારીને નંદબાબાએ બાળકને ગોદમાં ઊંચકી લીધું અને બ્રાહ્મણે દ્વારા સામ, ઋફ અને યજુર્વેદને મંત્રપાઠ કરાવી સંસ્કૃતિ અને પવિત્ર ઔષધિએથી યુક્ત એવા પાણીથી અભિષેક કરાવ્યો. એમણે ઘણું જ એકાગ્રતાથી સ્વયન પાઠ અને હવન કરાવી, બ્રાહ્મણને અત્યુત્તમ અન્નનું ભોજન કરાવ્યું. એ પછી નંદબાબાએ પોતાના પુત્રની ઉન્નતિ અને અભિવૃદ્ધિની અભિલાષાએ બ્રાહ્મણોને સર્વગુણસંપન્ન એવી બહુ ગમે આપી. તે ગાયે વસ્ત્ર, ફૂલમાળા અને સેનાના હારથી સજાવેલી હતી. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. પરીક્ષિતજી! તમો એ તો જાણે જ છે કે જે વદત્તા અને ગયુક્ત એવા બ્રાહ્મણે હોય છે, તેમના આશીર્વાદ કદી નિષ્ફળ જતા નથી.”
તૃણાવર્ત–વધ
પ્રભુ પણ બને દહી, સર્વહિતાર્થ વિશ્વમાં તો રહે કેમ મિઠે વિશ્વશ્રેય કર્યા વિના ? ૧