________________
૩૪૪
ચારિત્ર્ય જયાં વધે નિત્ય, ત્યાં ચમત્કાર સેજમાં; છે ચમત્કાર સૌ તુચ્છ, ચારિત્ર્ય ખેવના વિના. ૨
પુણ્યથી પાપ ઠેલાતું, તેમ સત્કૃત્યથી સદા, નિસર્ગનાય આઘાતે, સેવાય ધર્મથી બધા. ૩
બહ્મચારી શુકદેવજી કહે છે : “એક દિવસની વાત છે. પરીક્ષિતજી ! યશોદાજી પિતાના વહાલા બાળકને ગોદમાં લઈ લાડ કરી રહ્યાં હતાં ત્યાં એકાએક પહાડની જેમ ભગવાન કૃષ્ણ ઘણું ભારે થઈ ગયા. જેથી માતાજી તેઓને ભાર ન ઝીલી શકયાં, અને તે સ્વાભાવિક હતું. એટલે યશદાજીએ પિતાને લાલને જમીન ઉપર જ તત્કાળ બેસાડી દીધા. આ નવી ઘટનાથી તે (યશોદાજી) ઘણું ઘણું ચકિત બનેલાંતેઓએ તે વખતે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કર્યું અને બીજાં ઘરકામમાં પિતે લાગી ગયાં. એવામાં ત્યાં તૃણાવર્ત નામને દૈત્ય દેખાયે. તે મામા કંસને અંગત સેવક હતો. કંસની પ્રેરણાથી તે ગેકુલમાં તોફાન કરવા આવી પહોંચ્યો અને પેલા બેઠેલા બાળક શ્રીકને ઉઠાવી તે આકાશ ભણી ઊડ્યો; એટલું જ નહીં પણ ધૂળ એવી તે ઉડી કે આખુંય વ્રજ જાણે ધૂળથી ઢંકાઈ ગયું. લોકોએ આંખો બંધ જ કરી દીધી. ત્યાં તો તૃણાવર્તના ભયંકર શબ્દોથી દશે દિશાઓ કંપી ગઈ ! આખું વ્રજ જાણે બે ઘડી તો અત્યંત ઘોર અંધકારથી છવાઈ જ ગયું ! યશેાદાજીએ જ્યાં પિતાના લાડલા પુત્રને બેસાડેલે ત્યાં આવીને જોયું તે જણાયું કે
ત્યાં પોતાના બાળક નહતો અને તૃણાવર્ત દૈત્યે ભયંકર રીતે એટલી બધી રેતી ઉડાડેલી કે બધાં લકે અત્યંત ઉગી અને બેશુદ્ધ બની ગયાં હતાં. એમને પિતાનું શું કે પારકું શું ? એ કશું સૂઝતું નહોતું !