________________
૩૪૨
મંત્રો બાલી બેલી નંદના નંદન એવા શ્રીકૃષ્ણને અભિષેક કરી રહ્યા હતા. સતી યશોદાજી આ બધી બાબતોમાં જ વ્યસ્ત રહેલાં હતાં. નંદરાણુ યશોદાજીએ બ્રાહ્મણોનું ખૂબ પૂજન-સન્માન કર્યું. એમને અન્ન, વસ્ત્ર, માળાઓ, ગાયો વગેરે મેં-માંગી વસ્તુઓ આપી.
જ્યારે સ્વસ્તિવાંચન અને અભિષેકકાર્ય સંપન્ન થઈ ગયું ત્યારે યશોદાજીએ જાણ્યું કે પોતાના લાડીલા દીકરાની આંખોમાં નિદ્રા આવી રહી છે. એટલે ધીરેથી શ્રીકૃષ્ણને એમણે શય્યા પર સુવાડી દીધા. ત્યાં થોડી જ વારમાં શ્યામસુંદરની આંખો ઊઘડી, તે તેઓ સ્તનપાન માટે રેવા લાગ્યા. પણ એ વખતે આવેલાં વ્રજવાસીઓની આગતાસ્વાગતામાં યશોદાજી સારી પેઠે તવલીન થઈ ગયાં હતાં તેથી યશોદાજીના કાને શ્રીકૃષ્ણ-રુદન સંભળાયું નહીં ! ત્યારે શ્રીકૃષ્ણ રાતા રોતા પિતાના પગ ઉછાળવા લાગ્યા. તેઓ એક છકડાની નીચે સૂતેલા હતા. બાળક શ્રીકૃષ્ણના પગ હજુ લાલ કુંપળોની જેમ ઘણા જ કમળ અને નાના નાના હતા. પરંતુ એ નાનેરા પગ લાગતાંની સાથે જ; વિશાળ છકડા ઊલટો થઈ ગયો ! એ છકડા ઉપર દૂધ, દહીં આદિ અનેક રસોથી ભરેલાં માટલાં અને બીજાં વાસણ રાખેલાં તે બધાં ફૂટી ગયાં અને છકડાના પૈડાં તથા ધંસરી અસ્તવ્યસ્ત થઈ ગયાં. પડખું બદલવાની પ્રક્રિયાના ઉત્સવમાં આવેલાં જેટલાં બૈરાં હતાં તે બધાં તથા યશોદાજી, રોહિણુ, નંદબાબા અને ગોવાળિયાઓ આ વિચિત્ર ઘટનાને નિહાળી વ્યાકુળ થઈ ગયા. તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા : “અરે, આ શું થઈ ગયું ? આ છકડો પિતાની જ મેળે શી રીતે ઊં છે વળે ?” તેઓ પિકી કેાઈ આનું કારણ નિશ્ચિત ન કરી શકયો. પરંતુ તેવામાં ત્યાં રમી રહેલાં બાળકોએ ગોપ અને ગોપીઓને કહી દીધું કે આ કૃણે જ રેતાં રેતાં પોતાના પગની ઠેકથી એને (છકડાને) ઊલટાવી નાખે છે, આમાં કશો સંદેહ નથી. પરંતુ ગોપીઓએ એ બાળકની વાત ગણીને એ વાત ઉપર વિશ્વાસ ન કર્યો તે ઠીક જ છે. કારણ કે તે ગોવાળિયાઓને આ બાળકના