________________
શકટ–ભંગ
છે નાને રાઈના દાણા, ઉગ્રતા તેય છે ઘણું; નાના કૃષ્ણ ભલે એક, કિંતુ શક્તિ અનંતની. ૧ આત્મા અને અધિષ્ઠાન, સંસારે તત્ત્વ બે સદા; ચળે આત્મા જડાસંગી, અધિષ્ઠાને અડેલતા. ૨
જન્મ લેતું મહાસત્વ, મહાનિમિત્ત તે થતું સંસારે અવ્યવસ્થામાં, વ્યવસ્થા એ જ લાવતું. ૩
રાજા પરીક્ષિતજીએ બ્રહ્મચારી શુકદેવજીને પૂછયું : “પ્રભે ! સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અનેક અવતાર ધરીને ઘણું સુંદર લીલાઓ કરે છે, તે બધી કર્ણમધુર અને મારા હૃદયને બહુ પ્રિય લાગે છે. એમને સુણવા માત્રથી ભગવાન સંબંધી કથા પ્રત્યેની અરુચિ અને વિવિધ વિષયો પરની તૃષ્ણ ભાગવા માંડે છે, માનવનું અંતઃકરણ શીધ્રાતિશીધ્ર સહજ શુદ્ધ બની જાય છે. ભગવાનનાં ચરણોમાં ભક્તિ અને ભગવાનના ભક્તજનેથી પ્રેમ પણ અનાયાસે પ્રાપ્ત થઈ જાય છે. જે આપ મને એવી લીલા-કથાઓને શ્રવણાધિકારી માનતા હે, તે ભગવાનની એવી જ લીલાઓનુ આપ વર્ણન કરે ! ભગવાન શ્રીકૃષ્ણ મનુષ્યલોકમાં પ્રગટ થઈ મનુષ્યો જેવી લીલા કરી જ છે. અલબત્ત, તે ઘણું જ અદ્ભુત છે. એથી તે આપ એમની બીજી બાળલીલાઓનુંયે વર્ણન કરો.”
રાજાની આવી ઈરછા જાણ હવે બ્રહ્મનિષ્ઠ શુકદેવજી બેલ્યાઃ “પરીક્ષિત ! એકવાર ભગવાન શ્રીકૃષ્ણને પડખું બદલવા મહોત્સવ થઈ રહ્યો હતો. તે દિને એમનું જન્મનક્ષત્ર પણ હતું જ. ઘરમાં ઘણી સ્ત્રીઓની ભીડ લાગી ગઈ હતી. ગાવું–બજાવવું ચાલુ હતું. બ્રાહ્મણે