________________
૩૩૭
જ તેથી ઉપર ઉપરથી પૂતને ઘણે મીઠે અને સુંદર વ્યવહાર કરતી હતી. દેખાવમાં એ એક ભદ્ર સન્નારી જેવી દેખાતી હતી, એથી રહિણી અને યશોદાજી પણ એના સૌંદર્યથી પ્રભાવિત થઈ ગયાં. તેણીને તે બન્નેએ કશી રોકટોક ન કરી અને ઊભાં ઊભાં જોયા જ કર્યું, એટલામાં અહીં પૂતના રાક્ષસીએ એ ભગવાન શ્રીકૃષ્ણરૂપી બાળકને પોતાની ગોદમાં લઈને એના મેઢામાં પિતાનાં સ્તને આપી દીધાં છે જેમાં ઘણું ભયંકર અને કઈ પણ પ્રકારથી ન પચી શકે તેવું વિષ લગાડેલું હતું. ત્યારે ભગવાને ક્રોધને પિતાને સાથી બનાવ્યો અને બંને હાથેથી તેણીનાં સ્તનને જોરથી દબાવી પૂતનાના પ્રાણની સાથે સાથે તેનું દૂધ પીવા લાગ્યા અને પિતાને સાથી ક્રોધ તેના પ્રાણ પીવા લાગ્યા.
હવે તો પૂતનાનું એકેએક મર્મસ્થાન તૂટવા લાગી ગયું. તે જેરથી પોકારવા લાગી : “અરે છોડ ! મને છોડ ! ! હવે બસ કર ! ! ! તે વારંવાર પિતાના હાથ અને પગ પટકી અટકીને રોવા લાગી. તેણીની આંખે જ જાણે ઊલટી થઈ ગઈ. તેણીનું આખું શરીર પરસેવાથી લોથપોથ થઈ ચૂકયું ! તેણીની ચીસોને વેગ ભયંકર હતો, જેના પ્રભાવથી પહાડોની સાથે પૃથ્વી અને ગ્રહોની સાથે આખું અંતરિક્ષ ડોલી ઊઠયું, સાતેય પાતાળે અને દિશાએ પણ ગાજી ઊઠી ! ધણ લે કે બાપડા વજપાતની આશંકાથી નીચે પડી ગયા ! પરીક્ષિત ! આ પ્રકારે રાક્ષસી પુતનાના સ્તનમાં એટલી બધી પીડ થઈ કે તે પોતાના મૂળ રાક્ષસી રૂપને છુપાવી ન શકી અને ખરેખરું તેણીનું રાક્ષસી રૂપ પ્રગટી ગયું એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, મેં ફાટી ગયું, વાળ વીખરાઈ ગયા અને હાથ–પગ ફેલાઈ ગયા. જેમ ઈદ્રના વજુથી ઘાયલ થઈ વૃત્રાસુર ભોં ભેગા થાય, તેમ તેણ બહાર ગાઠામાં આવી ઢળી પડી !”
પ્રા. ૨૨