________________
પૂતના–મેલ
દુરાચારી મહાપાપી, અધર્મ હિંસ હોય છે ! તેય પામ્ય પ્રભુ-સંગ, સદ્દામી શીવ્ર તે થતું. ૧ પ્રભુ મૂર્ત થતાં ત્યારે, બની માબાપ પૂજકે, લડાવે લાડ હૈયામાં, રાખીને ભાવ પુત્ર–શો. ૨
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યાઃ “રાજન પરીક્ષિતજી ! પૂતનાના શરીરે ભેંય પર પડતાં પડતાં પણ છે ગામનાં વૃક્ષોને કચડી નાંખ્યાં, આ એક ઘણી મોટી અદ્દભુત ઘટના બની ગઈ. પરીક્ષિત ! એ પૂતનાનું મોટું હળના જેવી તીખી અને ભયંકર દાઢોથી બિહામણું હતું, એનું નાક પહાડની ગુફા જેવું ગંભીર હતું અને સ્તનો પહાડમાંથી પડેલી શિલાઓ જેવાં મોટાં મોટાં હતાં. ચારે તરફ વિખરાયેલા લાલ લાલ વાળ ઘણું જ વિકરાળ હતા, આંખે અંધારફૂવા જેવી ગહન, કુલા નિત નદીની કરડા જેવા ભયંકર, એ જ પ્રમાણે ભુજાઓ, જાંઘ અને પગ નદીના પુલ જેવાં અને પેટ સુકાઈ ગયેલા સરોવર જેવું જણાતું હતું. પૂતનાના આવા ભયંકર શરીરને જોઈ ગવાળિયા -ગોવાલણે ડરી ગયાં. એની ભયંકર ચીસે સાંભળી એ બધાનાં હૃદય, કાન અને માથાં તો પહેલેથી જ સૂનકાર જેવાં થઈ ગયેલાં
જ્યારે ગોપીઓએ જોયું કે, બાલક શ્રીકૃષ્ણ તે એની છાતી પર નિર્ભય થઈને ખેલી રહ્યા છે, ત્યારે મોટા ગભરાટ અને ઉતાવળની સાથે તેઓ ત્યાં પહોંચી ગઈ અને શ્રીકૃષ્ણને ઉપાડી લીધા, ત્યારબાદ યશોદાજી અને રોહિણુજીની સાથે ગોપીઓએ ગાયનાં પૂછડાં બાલક પર ઘુમાવવાં વગેરે ઉપચારથી શ્રીકરણનાં અંગેની બધી જ રક્ષાવિધિ કીધી. એ બધીઓએ પહેલાં તે શ્રીકૃષ્ણજીને ગોમૂત્રથા નવડાવ્યા. પછી બધાં અંગોમાં ગોરજ લગાડી દીધી. પછી બારેય