________________
૩૩૬
પ્રતના રાક્ષસી આકાશમાં પણ ઊડતી હતી અને પિતાની ઇરછ મુજબ વિવિધ પ્રકારનાં રૂપો પણ બનાવી લેતી હતી.
એક દિવસ નંદબાબાના કુલ પાસે આવી માયાથી તેણીએ પિતાને એક સુંદર યુવતી બનાવીને ગોકુળમાં ઘૂસી જવાનું નક્કી કરી નાખ્યું અને તેણીએ ઘણું આકર્ષક એવું અતિ સુંદર સ્વરૂપ પોતાનું બનાવી લીધું છે. એને ચોટલો સુંદર વેલનાં કુલોથી ગૂંથી કાઢેલે, વસ્ત્રો પણ તેણુએ સુંદર પહેરેલાં. જ્યારે એના કાનમાંનાં ફૂલ હાલતાં હતાં ત્યારે એમની ચમકથી મુખ તરફ લટકતા વાળનાં ઝૂમખાં અતિ શોભી ઊઠતાં હતાં. તેના નિતંબ અને સ્તન કળશ જેમ ઊંચા ઊંચા હતા અને કમર પાતળી હતી. તે પિતાના મધુર સિમતથી અને કટાક્ષ પૂર્ણ નયનોથી વ્રજવાસીઓનાં ચિત્તને ચેરી લેતી હતી. તે રૂપરમાણુને જ્યારે વ્રજમાં ગોપીઓ નિહાળતી ત્યારે જાણે લક્ષ્મીજી પિતાના પતિનાં દર્શન માટે આવી રહ્યાં હોય તેવું તેમને લાગતું હતું ! આ પૂતના રાક્ષસી બાળકોને માટે ગ્રહ સમાન હતી. તે રાક્ષસી બાળકને શોધતી અનાયાસે નંદબાબાના જ ઘરમાં ઘૂસી ગઈ ! ત્યાં તેણીએ જોયું કે બાલક કૃષ્ણ શયામાં પોઢયા છે.
પરીક્ષિતજી ! ભગવાન તે દુષ્ટોના કાળારૂપ છે. પરંતુ જેમ આગ રાખના ઢગલા તળે છુપાઈ ગઈ હોય, તેમ તેમણે (ભગવાને પિતાના પ્રચંડ તેજને છુપાવી રાખ્યું હતું. આમ તે ભગવાન કૃષ્ણ ચર અને અચર એવા બધાય જીવોના આત્મા રૂપ છે એથી એમણે તો એ જ પળે આને ઓળખી લીધી કે આ માત્ર સામાન્ય નારી નથી, પરંતુ બાળકોને મારી નાખનારે ખરેખર તે આ પૂતનાગ્રહ જ છે. એમણે પોતાની આંખો તરત બંધ કરી દીધી. જેમ કોઈ પુરુષ બ્રમવશ સૂતેલા સાપને દોર સમજીને એકાએક ઉપાડી લે તેમ તેણીએ (પૂતનાએ) પિતાના કાળરૂપી ભગવાન શ્રી કૃષ્ણને પિતાની ગોદમાં ઉઠાવી લીધા. પરંતુ મખમલના માનમાં છુપાયેલી તીર્ણ ધારવાળી તલવાર–સમી પૂતનાનું દિલ તો બહુ કુટિલ હતું